Site icon Revoi.in

વૈજ્ઞાનિકોને સૌરમંડળની બહારના ગ્રહ પરથી પ્રથમવાર મળ્યા રેડિયો સિગ્નલ

Social Share

ન્યૂયોર્ક: આપણું અંતરીક્ષ અનેક પ્રકારના રહસ્યોથી ભરેલું છે ત્યારે હવે વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમે સૌર મંડળની બહાર આવેલા કોઇ ગ્રહ પરથી આવતા રેડિયો સિગ્નલની ભાળ મેળવી છે. આ રેડિયો સંકેત 51 પ્રકાશવર્ષ દૂર આવેલા કોઇ અજ્ઞાત સ્થળેથી આવી રહ્યા છે. નેધરલેન્ડમાં આવેલા રેડિયો દૂરબીનની લો ફ્રિકવન્સી એરીની મદદથી રેડિયો સંકેત જાણવામાં સફળતા મળી હતી. દૂરના તારાઓની હરોળ પાસેથી રેડિયો સંકેત આવતા હોવાનું માનવામાં આવે છે. તેની નજીક ગેસથી બનેલો ગરમ ગ્રહ ચક્કર લગાવી રહ્યો છે. સૌર મંડળની બહાર ટાઉ બુટસ ગ્રહ શ્રુંખલામાંથી વિશેષ ચુંબકીય બળના કારણે સંકેતો મળી રહ્યા છે.

કોર્નેલ યુનિવર્સિટીના પીએચડી રિર્સચર જેક ડી ટર્નરે કહ્યું કે પ્રથમવાર આ પ્રકારના રેડિયો સંકેત મળ્યા છે. આ રેડિયો સંકેતથી સૌરમંડળની બહારના ગ્રહોના સંશોધન માટે નવો રસ્તો મળશે. ખાસ કરીને ચુંબકિય ક્ષેત્રના આધારે સૌર મંડળની બહારના ગ્રહ શોધવામાં અંતરિક્ષ વૈજ્ઞાાનિકોને મદદ મળશે એટલું જ નહી અંતરિક્ષ વૈજ્ઞાાનિકોને આ ગ્રહની રચના અને વાયુમંડળ વિશે પણ અનુમાન કરી શકશે.

આપને જણાવી દઇએ કે પૃથ્વી પરના જીવન માટે ચુંબકિય ક્ષેત્રનું ખૂબ જ મહત્વ છે. પૃથ્વીનું ચુંબકિય ક્ષેત્ર સૌર તોફાનોથી બચાવે છે પરંતુ સૌર મંડળની બહારના ગ્રહ પર પૃથ્વી જેવું ચુંબકિય ક્ષેત્ર સંભવિત જીવન યોગ્ય અવસ્થામાં યોગદાન આપી શકે છે.

એનું કારણ એ છે કે વાયુમંડળને સૌર તોફાનો અને બ્રહ્માંડના નુકસાનકારક કિરણોથી બચાવે છે અને ગ્રહના વાતાવરણને પણ બચાવે છે. બે વર્ષ પહેલા પણ ગુરુ ગ્રહ પરથી આવતા રેડિયો સંકેતો પર સંશોધન કરવામાં આવ્યું હતું. હવે સૌર મંડળ બહારના ગ્રહ પરથી પણ રેડિયો સંકેત મળી રહ્યા છે જે જોતા તે પણ ગુરુ ગ્રહને મળતો આવતો હશે તેમ માનવામાં આવે છે. આ ગ્રહ પરના રેડિયો સંકેતના નમૂના બ્રહ્માંડમાં પૃથ્વીથી 40 થી 100 પ્રકાશવર્ષ દૂર આવેલા ગ્રહોની જાણકારી મેળવવામાં મદદરૂપ બનશે.

(સંકેત)