Site icon Revoi.in

અમેરિકાની સેનેટમાં નવો ખરડો રજૂ થયો, ભારતીય ડૉક્ટરોને પણ તેનાથી લાભ થશે

Social Share

નવી દિલ્હી: અમેરિકામાં એક એવો ખરડો પસાર થયો છે જે દેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં કામ કરવા માટે વિદેશી ડૉક્ટરોને આકર્ષિત કરશે. અમેરિકામાં પ્રભાવશાળી સાંસદોના દ્વિદલીય જૂથે આવો એક ખરડો રજૂ કરવાની ઘોષણા કરી છે. આ જોગવાઇનો લાભ ભારતીયોને પણ મળશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, દેશના સંસદીય ગૃહ સેનેટની સ્વાસ્થ્ય, શિક્ષણ, શ્રમ અને પેન્શન સમિતિના સભ્ય સેનેટર જૈકી રોજેન સહિતના અનેક સાંસદોએ આ ખરડાને બીજી વાર રજૂ કર્યો છે.

આ જ પ્રકારનો ખરડો સાંસદ બ્રૈડ સ્નાઇડરે પ્રતિનધિ સભામાં રજૂ કર્યો. જો આ ખરડો અમેરિકાના બંને ગૃહોમાં પસાર થઇને એના પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થઇ જાય તો એ હજારો ભારતીય ડોક્ટરોને સૈાથી વધુ લાભ થશે, જેઓ ત્યાં વસ્યા છે. તદુપરાંત, નોકરી-વ્યવસાય માટે અમેરિકા જવા માગતા ડોક્ટરોને પણ આ સૂચિત કાયદાનો પ્રત્યક્ષ લાભ મળશે.

હાલમાં અમેરિકામાં જે-1 વિઝા અનુસાર અન્ય દેશોના ડૉક્ટરોએ રેસિડેન્સી પ્રશિક્ષણ કાર્યક્રમની મર્યાદા પૂર્ણ થતા બે વર્ષ માટે સ્વદેશ પાછા ફરવું પડે છે. એ પછી જ તેઓ વિઝા અથવા ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે. જો કે નવા સૂચિત કાયદા હેઠળ વિદેશી ડૉક્ટરોએ એમના દેશમાં પાછા જવું પડશે નહીં. તેઓ અમેરિકામાં જ રહીને 3 વર્ષ સુધી ડૉક્ટરોની અછત ધરાવતા વિસ્તારોમાં સેવા આપી શકશે.