- વિશ્વ ફલક પર વધુ એક ભારતીયએ વગાડ્યો ડંકો
- હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ડીન તરીકે ભારતીય કૂળના કેળવણી કાર શ્રીકાંત દાતારની નિયુક્તિ
- આ સ્કૂલના વર્તમાન ડીન નીતિન નોહરિયા પણ મૂળ ભારતીય જ છે
- શ્રીકાંત દાતાર અમદાવાદ IIMના વિદ્યાર્થી રહી ચૂક્યા છે
નવી દિલ્હી: વિશ્વમાં ભારતીયએ ફરી એક વખત ડંકો વગાડ્યો છે. હકીકતમાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ડીન તરીકે મૂળ ભારતીય કૂળના વિખ્યાત કેળવણીકાર શ્રીકાંત દાતારની નિયુક્તિ કરવામાં આવી છે. આ સ્કૂલના વર્તમાન ડીન નીતિન નોહરિયા પણ મૂળ ભારતીય જ છે.
Srikant Datar has been named dean of @HarvardHBS, and will begin his service on January 1 https://t.co/YofD8GgXNQ
— Harvard University (@Harvard) October 9, 2020
આપને જણાવી દઇએ કે શ્રીકાંત દાતારની નિયુક્તિ થતાં એ આ પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલના ડીન હોય એ બીજા ભારતીય બની રહ્યા છે. અહીંયા રસપ્રદ બાબત એ છે કે દાતાર અમદાવાદના આઇઆઇએમના વિદ્યાર્થી હતા. વર્ષ 2021ના જાન્યુઆરીની પહેલીથી દાતાર પોતાનો કાર્યભાર ગ્રહણ કરશે.
આ અંગે માહિતી આપતા હાર્વર્ડના અધ્યક્ષ લેરી બૈકોવે કહ્યું કે દાતાર એક ઇનોવેટિવ શિક્ષક હોવા ઉપરાંત અનુભવી એકેડેમીશિયન પણ છે. બિઝનેસ સ્કૂલના ભાવિ માટે દૂરંદેશી ધરાવતા કેળવણી કારોમાં દાતાર મુખ્ય હતા. કોરોના સંકટ દરમિયાન પણ દાતારે સ્કૂલમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.
મહત્વનું છે કે, શ્રીકાંત દાતાર હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના 11માં ડીન હશે. હાર્વર્ડના ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે સતત બીજીવાર કોઇ ભારતીય એના ડીન બન્યા હોય. વર્ષ 1973માં શ્રીકાંત દાતારે મુંબઇ યુનિવર્સિટીમાં સ્નાતકનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત બિઝનેસ સંસ્થા IIMમાંથી અનુસ્નાતક કર્યું છે.
(સંકેત)