ભારતીયોનું ગ્રીનકાર્ડનું સપનું થશે સાકાર, પ્રમુખ બાઇડન ગ્રીનકાર્ડની પ્રક્રિયાને ઝડપી બનાવવા કટિબદ્વ
- ભારતીયોનું ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું થશે સાકાર
- અમેરિકી પ્રમુખ જો બાઇડન ગ્રીન કાર્ડ પ્રોસેસ ઝડપી બનાવવા કટિબદ્વ
- તેનાની અસંખ્ય ભારતીયો થશે લાભાન્વિત
નવી દિલ્હી: ગ્રીનકાર્ડ માટે આતુર એવા ભારતીયો માટે ખુશીના સમાચાર છે. ગ્રીનકાર્ડને લઇને વ્હાઇટ હાઉસે એક નિવેદન આપ્યું છે. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહેવાયું હતું કે, ગ્રીનકાર્ડની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન કટિબદ્વ છે અને ટૂંક સમયમાં તેને લઇને મહત્વપૂર્ણ નિર્ણય લઇ શકે છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ગ્રીનકાર્ડ અંગેના સવાલના જવાબમાં વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ કહ્યું હતું કે, ગ્રીનકાર્ડ આપવામાં અત્યારે આવતા અવરોધો આવી રહ્યા છે તેના નિરાકરણ માટે પ્રમુખ બાઇડેન પગલાં ભરશે. તેઓ આ સિસ્ટમને વધુ પ્રભાવી બનાવવા માટે કટિબદ્વ છે. બાઇડેન ગ્રીનકાર્ડની સિસ્ટમ ઝડપી બનાવશે તો હજારો ભારતીયો લાભાન્વિત થશે.
અત્યારે અમેરિકાની સિસ્ટમ એવી છે કે એક દેશના નાગરિકોને એક વર્ષમાં વધુમાં વધુ સાત ટકા ગ્રીનકાર્ડ મળે છે. એટલે કે ભારતીય મૂળના જેટલા નાગરિકો ગ્રીનકાર્ડની રાહમાં હોય એમાંથી સાત ટકાનો વારો આવે છે. બાકીનાને ફરીથી રાહ જોવી પડે છે. એ સિસ્ટમને બદલે ક્વોટા સિસ્ટમ બંધ કરીને નવી પદ્ધતિ લાગુ કરવા માટે પણ અમેરિકન સંસદમાં બિલ રજૂ થયું હતું.
મહત્વનું છે કે, જો આ બિલને લીલી ઝંડી મળી જશે તો આગામી સમયમાં અસંખ્ય ભારતીય નાગરિકોનું ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું સાકાર થશે. અમેરિકાની સિટિઝન અને ઇમિગ્રેશન સર્વિસની ઢીલના કારણે 83 હજાર જેટલો ગ્રીનકાર્ડ ફાજલ થઇ જાય તેવી પણ દહેશત છે.