- ટેક દિગ્ગજ કંપની એપલના સ્થાપક સ્ટીવ જોબ્સની જોબ એપ્લિકેશનની થઇ હરાજી
- સ્ટીવ જોબ્સની જોબ એપ્લિકેશન 2.5 કરોડ રૂપિયામાં થઇ નિલામ
- સ્ટીવ જોબ્સ જ્યારે 18 વર્ષના હતા ત્યારે કરી હતી અરજી
નવી દિલ્હી: ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની એપલના સ્થાપક એટલે કે સ્ટીલ જોબ્સ અનેક યુવા માટે પ્રેરણારૂપ છે. સ્ટીવ જોબન્સા અનેક પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે જે આપણે જીવનના અનેક પાસાઓ વિશે જણાવે છે. જો કે બહુ ઓછા લોકોને ખબર હશે કે સ્ટીવ જોબ્સે તેની નોકરી માટે અરજી કરી હતી.
વર્ષ 1973માં સ્ટીવ જોબ્સે નોકરી માટે અરજી કરી હતી અને હવે તેનો બાયોડેટા 3,43,000 ડૉલર એટલે કે અંદાજે 2.5 કરોડ રૂપિયામાં નિલામ થયો છે. સ્ટીવ જોબ્સ 18 વર્ષના હતા ત્યારે તેમણે નોકરી માટે અરજી કરી હતી. ઘણા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ પહેલી અને છેલ્લી અરજી હતી જ્યારે નોકરી શોધવા જોબ્સે કરી હતી.
સ્ટીવ જોબ્સની આ અરજીમાં તેના હસ્તાક્ષર પણ જોઇ શકાય છે. તેમની અરજીમાં જોબ્સે કહ્યું છે કે તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે પરંતુ તે સમયે તેની પાસે ફોન નંબર નહોતો. આ વર્ષે માર્ચના પ્રારંભમાં એપ્લિકેશન ફોર્મની હરાજી 1.7 કરોડ રૂપિયામાં થઇ હતી. તેની સૌ પ્રથમ હરાજી 2017માં થઇ હતી.
હરાજીની વેબસાઇટ પર નોકરી માટેનું અરજી ફોર્મ અપલોડ કરવામાં આવ્યું છે જેમાં તેઓએ કૌશલ્ય તરીકે કોમ્પ્યુટર અને કેલ્ક્યુલેટર ભર્યા છે. આ ઉપરાંત, તેમને ડિઝાઇનિંગ અને ટેકનોલોજીમાં પણ રસ હતો.