- ગ્રાફિન માસ્ક દ્વારા કોરોનાનો મુકાબલો કરી શકાય છે
- સૂર્યપ્રકાશમાં રહ્યા બાદ આ માસ્ક કોરોના વાયરસને નિષ્ક્રીય કરી શકે છે
- ગ્રાફિન માસ્ક 80 ટકા સુધી જીવાણુંઓને રોકવા માટે સક્ષમ
કોરોનાના સંક્રમણને નાબુદ કરવા માટે હાલમાં વિશ્વભરના વૈજ્ઞાનિકો કોરોનાની વેક્સીન પર કામ કરી રહ્યા છે ત્યારે હોંગકોંગના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમણે તૈયાર કરેલા ગ્રાફિન માસ્ક દ્વારા કોરોનાનો મુકાબલો કરી શકાય છે. સૂર્યપ્રકાશમાં 10 મિનિટ રહ્યા બાદ આ માસ્ક કોરોના વાયરસને નિષ્ક્રિય કરી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચીનની પ્રયોગશાળામાં કરાયેલા પ્રારંભિક પરીક્ષણોમાં લેઝર-ઇન્ડ્યસ્ડ ગ્રાફિન સૂર્યના પ્રકાશમાં 10 મિનિટ રહ્યા બાદ મનુષ્યને પ્રભાવિત કરનાર બે કોરોના વાયરસને અંદાજે 100 ટકા સુધી નિષ્ક્રીય કરી શકવા માટે સક્ષમ છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર સિટી યુનિવર્સિટી ઓફ હોંગકોંગના સંશોધકો ભવિષ્યમાં સાર્સ-સીઓવી-2 વાયરસ પર આ તપાસ માટે યોજના બનાવી રહ્યા છે. ટીમે ગ્રાફિનના માસ્ક પણ વિકસિત કર્યા છે, જે 80 ટકા સુધી જીવાણુંઓને રોકવા કે નિષ્ક્રિય કરવા સક્ષમ છે.
જર્નલ એસીએસ નૈનોમાં પ્રકાશિત રીસર્ચ અનુસાર, આ ગ્રાફીન માસ્કનું નિર્માણ ખૂબ ઓછા ખર્ચે સરળતાથી કરી શકાય છે અને તેનાથી કાચા માલની સમસ્યા અને નોન-બાયોડિગ્રેડેબલ માસ્કોના ડિસ્પોઝલની સમસ્યાની પણ ખત્મ થઈ જશે. સંશોધકોએ લેઝરનો ઉપયોગ કરીને ગ્રાફીન માસ્કના નિર્માણ એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી ટેકનોલોજીના ગણાવ્યા છે.
તેમનું કહેવું છે કે કાર્બનથી બનેલી કોઈ પણ ચીજ જેમ કે, સેલ્યુલોઝ કે કાગળની મદદથી આ ટેકનિકની મદદથી ગ્રાફીનમાં બદલી શકાય છે. ફક્ત કાચા માલ વગર કોઈ રસાયણના ઉપયોગથી ઉચિત વાતાવરણમાં ગ્રાફીન તૈયાર કરી શકાય છે અને આ પ્રક્રિયામાં કોઈ પ્રદૂષણ થતું નથી. સિટૂયૂના મદદનીશ અધ્યાપક યે રુકવાને કહ્યું કે, લેઝર ટેકનિકથી તૈયાર ગ્રાફીન માસ્કનો એકથી વધુ વાર ઉપયોગ કરી શકાય છે.
(સંકેત)