- ટૂંક સમયમાં ઉડતી કારની પરિકલ્પના થઇ શકે છે સાકાર
- સ્કાઇડ્રાઇવ પરિયોજના હેઠળ ઉડતી કારનું સફળ પરીક્ષણ થયું
- હવામાં આ કાર અત્યારે 5થી 10 મિનિટ ઉડી શકે છે
ટૂંક સમયમાં હવે ઉડતી કારની પરિકલ્પના શક્ય બનશે તેવું લાગી રહ્યું છે અને આકાશમાં પ્લેનની સાથોસાથ ઉડતી કાર પણ જોવા મળે તો નવાઇ નહીં. ટૂંક સમયમાં સ્વપન સાકાર થવા જઇ રહ્યું છે. જાપાનની સ્કાઇડ્રાઇવ ઇન્કે એક વ્યક્તિ સાથે પોતાની ઉડતી કારનું સફળ પરીક્ષણ કર્યું છે.
કંપનીએ એક વીડિયો રજૂ કર્યો છે. જેમાં એક મોટરસાઇકલ જેવું વાહન જેમાં લાગેલા પ્રોપેલેન્ટે તેને જમીનથી એકથી બે મીટરની ઉંચાઇ પર ઉડાડ્યું. આ મોટરસાઇકલ એક નિશ્વિત વિસ્તારમાં ચાર મિનિટ સુધી હવામાં રહી. વર્ષ 2023 સુધી ઉડતી કારને વાસ્તવિક ઉત્પાદક તરીકે ઉભરી આવવાની આશા આ પરિયોજનાના પ્રમુખ તોમોહિર ફુકુજાવાએ વ્યક્ત કરી હતી.
જો કે આ પરિયોજનાને સફળ બનાવવામાં ખૂબ જ પડકારો છે. વિશ્વભરમાં ઉડતી કારને લઇને 100થી વધારે પરિયોજનાઓ ચાલી રહી છે. તેમાંથી કેટલીક જ એવી પરિયોજનાઓ છે જે એક વ્યક્તિને લઇને ઉડાન ભરવામાં સફળ રહી હોય.
ફુકુજાવાએ કહ્યુ કે મને આશા છે કે કેટલાક લોકો આને ડ્રાઈવ કરવા ઈચ્છે છે અને સુરક્ષિત મહેસૂસ કરવા ઈચ્છે છે. તેમણે કહ્યુ કે આ હજુ પાંચથી 10 મિનિટ સુધી જ ઉડી શકે છે પરંતુ આના ઉડાન સમયને વધારીને 30 મિનિટ સુધી કરી શકાય છે. આમાંથી કેટલીક સંભાવના છે અને આને ચીન જેવા દેશોમાં નિર્યાત પણ કરી શકાય છે.
(સંકેત)