Site icon Revoi.in

કાળા નાણાં સામેની લડાઇમાં ભારતને સફળતા, સ્વિસ બેંકે ભારતને ભારતીય ખાતાઓની બીજી યાદી સોંપી

Social Share

નવી દિલ્હી: ભારત સરકાર કાળા નાણાં પર લગામ લગાવવા માટે પ્રતિબદ્વ છે અને આ દિશામાં અનેક પગલાં લઇ રહી છે ત્યારે ભારત સરકારને વધુ એક સફળતા મળી છે. ભારત અને સ્વિઝરર્લેન્ડ વચ્ચે કાળા નાણાંની માહિતીનાં આદાન પ્રદાનની નવી વ્યવસ્થા હેઠળ ભારતને પોતાના નાગરિકોનાં સ્વિસ બેંક ખાતાની બીજી યાદી સ્વિઝરર્લેન્ડ સરકાર પાસેથી મળી છે. 86 દેશોની સાથે 31 લાખ બેંક ખાતાની માહિતી આપવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે સ્વિઝર્લેન્ડએ સપ્ટેમ્બર 2019માં ભારત સહિત 79 દેશોની સાથે માહિતી વહેંચી હતી. ભારત સરકારની કાળા નાણાં સામેની લડવાની દિશામાં સ્વિઝર્લેન્ડએ ભારતને સ્વિસ બેકોમાં રહેલા ભારતીયોના ખાતા અંગે માહિતી પૂરી પાડી હતી.

ભારતે તે 86 દેશોમાં સામેલ છે, જેની સાથે સ્વિઝરર્લેન્ડનાં ફેડરલ ટેક્સ એડમિસ્ટ્રેશનએ આ વર્ષે AEOI પર વૈશ્વિક માપદંડોનાં માળખાની અંદર બેંક ખાતાની માહિતીનું આદાન-પ્રદાન કર્યું છે, ભારતને AEOI હેઠળ સપ્ટેમ્બર 2019માં સ્વિઝરર્લેન્ડથી માહિતીનો પહેલો સેટ મળ્યો હતો, જ્યારે તેમાં 75 દેશ સામેલ હતાં.

FTAએ શુક્રવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે આ વર્ષે માહિતીનાં આદાન-પ્રદાનમાં અંદાજે 31 લાખ બેંક ખાતાનો સમાવેશ થાય છે. આ જ પ્રકારે ખાતાની સંખ્યા વર્ષ 2019માં સમાન હતી. અધિકારીઓ અનુસાર ભારત તે અગ્રણી દેશોમાં સામેલ છે, જેની સાથે સ્વિઝરર્લેન્ડ સ્વિસ બેંકના ખાતેદારો અને વિવિધ નાણાકીય ખાતા અંગે માહિતી પૂરી પાડે છે.

(સંકેત)