- તાલિબાને 1 હજારથી વધુ લોકોને દેશ છોડતા રોક્યા
- તાલિબાને આ લોકોને એરપોર્ટ પાસે કર્યા કેદ
- આ લોકોમાં અમેરિકાના નાગરિકો પણ સામેલ
નવી દિલ્હી: અફઘાનિસ્તાનને તાલિબાને બાનમાં લીધા બાદ અફઘાન નાગરિકો સતત દેશ છોડીને ભાગી રહ્યા છે. આ વચ્ચે ત્યાં ફસાયેલા 1000થી વધુ લોકોને તાલિબે અફઘાનિસ્તાન છોડતા રોક્યા છે. જેમાં ડઝન જેટલા અમેરિકી નાગરિકો તેમજ અફઘાન નાગરિકો સામેલ છે. આ લોકો પાસે અમેરિકા સહિત અન્ય દેશોના વિઝા છે.
કેટલાક વિમાનો પણ પ્રસ્થાન માટે તાલિબાન તરફથી મંજૂરીની રાહ જોઇ રહ્યા છે. રિપોર્ટ અનુસાર આ વિમાનોને એટલા માટે રોકવામાં આવ્યા છે કારણ કે અમેરિકા અને તાલિબાન વચ્ચે વાતચીત ચાલી રહી છે.
15 ઑગસ્ટના રોજ કાબૂલ પર કબ્જા બાદ તાલિબાને મોટા ભાગના અફઘાનિસ્તાન પર હવે સંપૂર્ણ વર્ચસ્વ જમાવી દીધુ છે અને હવે પંજશીર પર પણ કબ્જાનો તાલિબાની દાવો કરી રહ્યા છે.
અમેરિકી અહેવાલ અનુસાર અફઘાનિસ્તાનમાં ફસાયેલા વિમાનોમાં હાલમાં કોઇ મુસાફરો નથી. દેશમાં ફસાયેલા લોકોને એરપોર્ટ નજીક રાખવામાં આવ્યા છે. તાલિબાન લડવૈયાઓ આ લોકોને એરપોર્ટની અંદર જવા દેતા નથી.
નિકાસ ઓપરેશન સાથે સંકળાયેલા પેન્ટાગોનના અધિકારીએ જણાવ્યું હતું કે, તાલિબાન આ લોકોને બહાર જતા રોકવા માંગે છે કારણ કે તેઓ આ લોકોને અમેરિકા સાથેના સહયોગ બદલ સજા કરવા માંગે છે. જો તાલિબાન ખરેખર સોદાબાજી માટે લોકોનો ઉપયોગ કરી રહ્યું છે, તો તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.