- તાલિબાને સમગ્ર અફઘાનિસ્તાન પર કર્યો કબ્જો
- કાબુલમાં જશ્નોનો માહોલ
- જો કે તાલિબાન કાબુલમાં કોઇ નુકસાન નહીં કરે
નવી દિલ્હી: તાલિબાને હવે અફઘાનિસ્તાનના સમગ્ર ક્ષેત્ર પર નિયંત્રણ સ્થાપવાની જાહેરાત કરી છે. અફઘાન તાલિબાનના ટોચના સૂત્રો પાસેથી આ માહિતી પ્રાપ્ત થઇ છે. તાલિબાનોએ કંદહાર એરપોર્ટ પર પાંચથી વધુ વિમાનો જપ્ત કર્યા છે. અફઘાન સેનાએ સફેદ વસ્ત્રોમાં તાલિબાન સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. બીજી તરફ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પોતાની કોર ટીમ સાથે દેશ છોડી દીધો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકા આગામી 72 કલાકમાં કાબુલમાં અમેરિકી દૂતાવાસમાંથી ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ અમેરિકી કર્મચારીઓને સંપૂર્ણપણે હટાવી રહ્યું છે. ટોચના અમેરિકી અધિકારીઓનું જૂથ અત્યારે કાબુલ એરપોર્ટ પર રહેશે.
બગડતી જતી પરિસ્થિતિને લઈને કાલે અફઘાનિસ્તાન સંસદ ઇમરજન્સી સત્ર બોલાવ્યું છે. આ બાદ તાલિબાને કાબુલ પર જશ્ન મનાવી રહ્યા છે. આ વચ્ચે અફઘાનિસ્તાનમાં ભૂકંપમાં આચંકા આવ્યા છે. રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા પર આચંકો નોંધાયો છે.
આ વચ્ચે તાલિબાનોએ અફઘાનિસ્તાનની સરકારમાં સામેલ લોકોને દેશ છોડવા પર રોક લગાવી દીધી છે. તાલિબાન વતી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે દેશની રાજધાની કાબુલ સૌથી મોટું અને સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે જ્યાં કોઈના જીવન, સંપત્તિ અને સન્માનને નુકસાન નહીં થાય.