- અફઘાનિસ્તાનના કાબુલમાં પણ હવે તાલિબાનની એન્ટ્રી
- કાબુલના બહારના વિસ્તાર સુધી આતંકીઓ પહોંચ્યા
- તાલિબાન અને સેના વચ્ચે થઇ શકે ઘર્ષણ
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જેનો ડર હતો એ જ થયું. હવે તાલિબાન કાબુલને પણ બાનમાં લેવા જઇ રહ્યું છે. અફઘાનિસ્તાનના ત્રણ અધિકારીઓએ જણાવ્યું કે, તાલિબાની રાજધાની કાબુલના બહારના વિસ્તારમાં પહોંચી ગયા છે. તાલિબાને આજે સવારે જલાલાબાદ પર કબજો કર્યો. ત્યારબાદ કાબુલ પર ખતરો વધી ગયો છે. તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ઘૂસણખોરી શરૂ કરી છે.
અફઘાનિસ્તાનના અધિકારી અનુસાર, હાલ આ વિસ્તારમાં કોઇપણ પ્રકારનો સંઘર્ષ ચાલી રહ્યો નથી. તાલિબાની લડાકા, કલાકન, કારાબાધ અને પધમન જીલ્લામાં આતંકીઓ ઘૂસ્યા છે. પરંતુ હજુ સુધી તાલિબાને કાબુલ પર કબજાની જાહેરાત નથી કરી.
આ પહેલા તાલિબાને રવિવારે કાબુલની બહારના છેલ્લા શહેર જલાલાબાદ પર કબજો કરી લીધો હતો. જલાલાબાદ ગયા બાદ કાબુલ સિવાય દેશની માત્ર છ પ્રાંતીય રાજધાનીઓ છે જેના પર તાલિબાનનો કબજો નથી. અફઘાનિસ્તાવમાં કુલ 34 પ્રાંત છે.
શનિવારે તાલિબાને જાહેરાત કરી હતી કે તેણે ઉત્તરી ક્ષેત્રના મઝાર-એ-શરીફ અને મૈનાના શહેરો, દેશના પૂર્વી ભાગમાં ગાર્ડેજ અને મેહતરલામ શહેરો પર કબજો કરી લીધો છે.
અમેરિકાએ નિવેદન જાહેર કરી કહ્યું કે, કાબુલમાં તેના દૂતાવાસ પર રાખેલા દસ્તાવેજ નષ્ટ કરી દેવામાં આવે. તે આતંકીઓના હાથ લાગવા જોઈએ નહીં.
આશંકા છે કે કાબુલ પર કબજા બાદ તાલિબાન અફઘાનિસ્તાનના મહત્વના નેતાઓને બંદી બનાવી શકે છે.