Site icon Revoi.in

પાકિસ્તાન, ચીન સહિતના 6 દેશોને તાલિબાને આપ્યું તેડું, જાણો શું છે કારણ?

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના કરે તે પહેલા એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં તાલિબાને પાકિસ્તાન અને ચીન સહિતના 6 દેશોને આમંત્રણ આપ્યું છે.

ટૂંક સમમાં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. તાલિબાન દ્વારા હવે રાષ્ટ્રપતિ તેમજ મંત્રીઓના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. તેઓ કાબુલમાં સરકાર ગઠન પહેલા સમારોહની તૈયારી કરી રહ્યા છે. આ સમારોહમાં ચીન, પાકિસ્તાન સહિતના છ દેશોને આમંત્રણ અપાયું છે.

તાલિબાને પાકિસ્તાન અને ચીન ઉપરાંત તુર્કી, કતાર, રશિયા અને ઇરાન સામેલ છે. તાલિબાને આ દરેક દેશોને ત્યારે આમંત્રણ આપ્યું છે જ્યારે તાલિબાનીઓએ પંજશીર પર કબ્જો કરી લીધો હોવાનો દાવો કર્યો છે.

તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદ્દીને કહ્યું કે, તેમણે પંજશીર પર કબ્જો મેળવી લીધો છે. સંગઠનના નેતા હૈબતુલ્લાહ અખુંદજાદા અફઘાનિસ્તાનમાં સુપ્રીમ લીડર હશે. જ્યારે બીજા નંબરે મુલ્લા બરાદર હશે જે રાષ્ટ્રપતિ બનશે.

બીજી તરફ એવી પણ માહિતી છે કે, અફઘાનિસ્તનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઇને પણ તાલિબાનની સરકારનો હિસ્સો બનાવાશે. જો કે જ્યાં સુધી સરકાર નહીં બનાવે ત્યાં સુધી કોઇપણ મુદ્દે સ્પષ્ટ ના કહી શકાય.