Site icon Revoi.in

તાલિબાન 90 દિવસમાં કાબુલને સંપૂર્ણપણે કબજામાં લઇ લેશે: US ગુપ્તચર એજન્સી

Social Share

નવી દિલ્હી: તાલિબાનનો ખોફ અફઘાનિસ્તાનમાં સતત વધી રહ્યો છે. અનેક વિસ્તારોમાં તાલિબાનોએ આતંક મચાવીને કબજો કર્યો છે. હવે તાલિબાને એક પ્રાંતીય રાજધાની ગઝની પર કબજો કર્યો છે. અમેરિકન અને નાટો સૈનિકોની પરત ફરવાની કાર્યવાહી વચ્ચે પણ તાલિબાનોએ અફઘાનિસ્તાનના વિવિધ ભાગોમાં બોમ્બમારો ચાલુ રાખ્યો છે.

શહેરની બહાર એક ગુપ્તચર મથક તેમજ લશ્કરી સ્થાનો પર લડાઇ ચાલુ હતી. તાલિબાનોએ ગઝની પ્રાંતની રાજધાની ગઝનીમાં તેની હાજરી દર્શાવતા વીડિયો અને ફોટા ઑનલાઇન જાહેર કર્યા છે.

અફઘાન(Afghanistan) સુરક્ષા દળો અને સરકારે લડાઈ અંગે માંગવામાં આવેલા પ્રતિભાવ પર કોઈ ટિપ્પણી કરી નથી.જો કે, રાષ્ટ્રપતિ અશરફ ગની મહિનાના અંતમાં યુએસ અને નાટો સૈનિકોને પાછી ખેંચી લે તે પહેલા તાલિબાન પર તેમના દેશના વિશેષ દળો અને યુએસ એરપાવર સાથે હુમલો કરી રહ્યા છે.

તાલિબાન જે ગતિએ દેશના વિવિધ પ્રાંતોની રાજધાનીઓ પર કબજો કરી રહ્યું છે તે જોતા એક સવાલ એ ઉપસ્થિત થાય છે કે અફઘાન સરકાર કેટલા દિવસો સુધી તેના નિયંત્રણ હેઠળના વિસ્તારો પર પકડ રાખી શકશે. આગામી દિવસોમાં તાલિબાનના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને સરકારે પોતાની સુરક્ષા માટે કાબુલમાં સૈનિકો તૈનાત કરવા પડે તેવી સ્થિતિ પણ આવી શકે છે.

બીજી તરફ, યુએસ ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો છે કે, 30 દિવસની અંદર તાલિબાન અફઘાનિસ્તાનની રાજધાની કાબુલને અન્ય વિસ્તારોથી અલગ કરશે. તે જ સમયે, તાલિબાન 90 દિવસમાં તેને સંપૂર્ણપણે કબજે કરી લેશે. અમેરિકન ગુપ્તચર એજન્સીઓએ આ અહેવાલ રાષ્ટ્રપતિ જો બાઇડેનને સુપરત કર્યો છે.