- અમેરિકી ટેક્નોલોજી દિગ્ગજ એપલ હવે કાર નિર્માણ ક્ષેત્રે ગૂગલને આપશે ટક્કર
- હવે એપલ વર્ષ 2024 સુધીમાં કારનું ઉત્પાદન કરે તેવી શક્યતા
- આ પેસેન્જર કાર એડવાન્સ્ડ બેટરી ટેક્નોલોજી પર આધારિત હશે
કેલિફોર્નિયા: અમેરિકી ટેક્નોલોજી દિગ્ગજ એપલ મોટા ભાગના ક્ષેત્રમાં તેના હરીફ ગૂગલને ટક્કર આપવાની તૈયારીઓ કરી રહી છે. હવે એપલ વર્ષ 2024 સુધીમાં કારનું ઉત્પાદન શરૂ કરે તેવી શક્યતાઓ છે. આ પેસેન્જર કાર એડવાન્સ્ડ બેટરી ટેક્નોલોજી પર આધારિત રહેશે.
એક રિપોર્ટ પ્રમાણે કંપની પ્રોજેક્ટ ટાઇટનના નામથી વર્ષ 2014થી જ ઑટો સેક્ટરમાં પગલું ભરવા માટે કામ કરી રહી છે. કંપનીએ પોતાના વાહનની એક ડિઝાઇન તૈયાર કરી હતી પરંતુ ત્યારે કંપનીએ પોતાનું ધ્યાન સોફ્ટવેર પર કેન્દ્રિત કર્યું હતું.
સૂત્રોનુસાર એપલે આ પ્રોજેક્ટ વિશેની માહિતી હજુ સાર્વજનિક નથી કરી પરંતુ આ પ્રોજેક્ટ પર 190 લોકોની ટીમ કામ કરી રહી છે.
એપલે અત્યારસુધી તેમના ગ્રાહકોને હંમેશા કંઇક નવું આપવા પ્રયાસ કર્યા છે અને તેમાં તે સફળ પણ રહી છે અને હવે કંપની ઉપભોક્તાઓ માટે વાહન બનાવવાની તૈયારી કરી રહી છે.
એપલની આ યોજનાને દિગ્ગજ કંપનીઓ સાથે મુકાબલો કરવો પડી શકે એમ છે. ગૂગલની મૂળ કંપની આલ્ફાબેટ ઇંક પણ વાયમો નામથી રોબો ટેક્સી તૈયાર કરી ચૂકી છે. જે ડ્રાઇવરલેસ કાર છે. એપલની રણનીતિ એવી છે કે એવી કારનું નિર્માણ કરાય જેની બેટરી સસ્તામાં આવે અને જેનાથી કારની કિંમત ઓછી થઇ જાય.
(સંકેત)