Site icon Revoi.in

ભારતનું ટેન્શન વધ્યું, ચીને પાકિસ્તાન માટે યુદ્વ જહાજનું નિર્માણ કર્યું

Social Share

નવી દિલ્હી: ચીન વારંવાર એવી હરકતો કરતું રહે છે જેને કારણે સમગ્ર વિશ્વનું ધ્યાન તેની તરફ દોરાય છે. હવે ચીને પોતાના મિત્ર ગણાતા પાકિસ્તાન માટે એક અત્યાધુનિક યુદ્વ જહાજનું નિર્માણ કર્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આજે શાંઘાઇના શિપયાર્ડમાં શિપને લોન્ચ કરવામાં આવ્યું હતું. પાક. મીડિયાનો દાવો છે કે, આ નવું જહાજ પાક નેવીમાં સામેલ સૌથી અત્યાધુનિક જહાજો પૈકીનું એક છે.

જેમાં અત્યાધુનિક સરફેર, સબ સરફેસ અને એન્ટી એર વેપન સિસ્ટમ લગાવવામાં આવી છે.ઉપરાંત ઈલેક્ટ્રોનિક વોરફેર માટે તેમજ જમીન તથા આકાશમાં નજર રાખવા માટેના ઉપકરણો અને સેન્સર લગાવવામાં આવશે. આ જહાજ સામેલ થયા બાદ પાક નેવીની ક્ષમતામાં વધારો થશે.

ચીન પાકિસ્તાનમાં ઈકોનોમિક કોરિડોર પણ બનાવી રહ્યુ છે. જે ચીનના મહત્વકાંક્ષી વન બેલ્ટ એન્ડ રોડ યોજનાનો મહત્વનો હિસ્સો છે. ઉપરાંત ચીન અને પાકિસ્તાન વચ્ચે ઘાતક હથિયારો માટેની ડીલ પણ થઈ રહી છે. જે ભારત માટે ખતરાની ઘંટડી છે.

ચીન સાથે પાકિસ્તાને હથિયારો માટે સાત અબજ ડોલરની ડીલ તાજેતરમાં કરી હતી. ચીન પાકિસ્તાનને આઠ સબમરિન પણ આપવાનું છે. આ પૈકીના ચાર સબમરિન પાકિસ્તાનને 2023માં મળી જશે. જેમાં એર ઈન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન સિસ્ટમના કારણે ઓછો અવાજ થાય છે અને પાણી નીચે તેનો પતો લગાવવા મુશ્કેલ બને છે.