Site icon Revoi.in

ટેસ્લાના સીઇઓ એલન મસ્ક જેફ બેજોસને પાછળ રાખીને બન્યા વિશ્વના સૌથી અમીર વ્યક્તિ

Social Share

કેલિફોર્નિયા: હવે વિશ્વના સૌથી વધુ ધનવાન વ્યક્તિ તરીકે ટેસ્લાના સીઇઓ એલન મસ્કે અમેઝોનના સ્થાપક જેફ બેજોસને પણ પાછળ છોડી દીધા છે. હવે એલન મસ્ક વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે. એલન મસ્કની નેટવર્થ 188 બિલિયન યૂએસ ડોલરથી વધારે થઇ ગઇ છે. જે એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસની નેટવર્થ 187 બિલિયન યૂએસ ડોલરથી એક બિલિયન ડોલર વધારે છે. ટેસ્લાના શેર પ્રાઇઝમાં સતત વૃદ્વિ થવાને કારણે મસ્ક સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બ્લૂમબર્ગ તરફથી જારી થનારી અરબપતિઓની યાદીમાં એમેઝોનના માલિક જેક બેજોસને પણ એલન મસ્કે પાછળ છોડ્યા છે. આ યાદીમાં 500 અરબપતિનો સમાવેશ થયો છે. મહત્વનું છે કે વર્ષ 2017માં બેજોસ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા.

આ ઉપલબ્ધિ પ્રાપ્ત કર્યા બાદ મસ્કે પોતાની સ્ટાઇલમાં પ્રતિક્રિયા આપી હતી. એક ટ્વીટર યૂઝરને જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, કેટલી નવાઇની વાત છે. વિશ્વ માટે વર્ષ 2020 ભલે ગમે તેવું રહ્યું હોય પરંતુ એલન મસ્ક માટે ગત 12 મહિના ઘણા શાનદાર રહ્યા છે.

લગભગ 27 બિલિયન યુએસ ડોલર મૂલ્યની સાથે 2020ની શરુઆત કરનારા મસ્ક પોતાની સંપત્તિમાં 150 બિલિયન ડૉલરનો વધારો જોવા મળ્યો છે. જે તેમના માટે ઝડપી નાણાકીય ફેરફારના સંકેત છે. આ શક્ય રીતે ઈતિહાસમાં ધન સૃજનની સૌથી તેજ ગતિ છે. જેમાં ટેસ્લાનું મોટું યોગદાન છે.

(સંકેત)