કટ્ટર દુશ્મનો મનાતા ઇઝરાયેલ-UAE વચ્ચે થઇ મિત્રતા, બંને દેશોએ ઐતિહાસિક સમજૂતી પર કર્યા હસ્તાક્ષર
- ઇઝરાયેલે અખાતી દેશો UAW અને બહેરીન સાથે કરી ઐતિહાસિક સમજૂતી
- ગઇ કાલ સુધી ઇઝરાયેલ અને આરબ દેશો એકબીજાના કટ્ટર દુશ્મન મનાતા હતા
- વ્હાઇટ હાઉસમાં આ ઐતિહાસિક સમજૂતી પર ત્રણ દેશોના પ્રતિનિધિઓએ સહી સિક્કા કર્યા હતા
ઇઝરાયેલે અખાતી દેશો યુનાઇટેડ આરબ અમીરાત અને બહેરીન સાથે ઐતિહાસિક સમજૂતી કરી હતી. ગઇ કાલ સુધી ઇઝરાયેલ અને આરબ દેશો એકબીજાના કટ્ટર દુશ્મન મનાતા હતા.
https://twitter.com/realDonaldTrump/status/1305975008750194688
મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યાલય વ્હાઇટ હાઉસમાં આ ઐતિહાસિક સમજૂતી પર ત્રણે દેશોના પ્રતિનિધિઓએ સહી સિક્કા કર્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિએ આ સમજૂતી અંગે ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે બંને આરબ દેશોએ ઇઝરાયેલ સાથેના સંબંધોને નોર્મલ કરવા સાથે ઇઝરાયેલને ઔપચારિક માન્યતા આપી દીધી હતી.
હજુ ગઇ કાલ સુધી આરબ દેશો ઇઝરાયેલને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સ્વીકારતા નહોતા. ટ્રમ્પે આ સમજૂતીને ઐતિહાસિક ગણાવતા એવી આશા વ્યક્ત કરી હતી કે હવે આ સમજૂતીથી પશ્વિમ એશિયામાં નવી વ્યવસ્થા સ્થપાશે. આ પ્રસંગે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુ, યુએઇના વિદેશ પ્રધાન અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાન અને બહેરીનના વિદેશ પ્રધાન અબ્દુલ લતીફ બિન રશીદ અલ ઝયાની હાજર હતા. આ સમજૂતીને અબ્રાહમ એકોર્ડ નામ આપવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, હમણાં સુધી ઇઝરાયેલ સામે આરબ દેશો કતરાતા હતા અને ઇઝરાયેલને સ્વતંત્ર સાર્વભૌમ તરીકે સ્વીકારવા તૈયાર નહોતા.ઇઝરાયેલ સાથે ભારતને સારા સંબંધો હતા એ પણ અખાતી દેશોને ગમતું નહોતું. ટ્રમ્પની ઉપસ્થિતિમાં થયેલી આ સમજૂતીને કારણે બંને દેશો વચ્ચે મિત્રતા કરાવવામાં ટ્રમ્પની ભૂમિકાની નોંધ લેવાશે.
(સંકેત)