1. Home
  2. ગુજરાતી
  3. ક્લાઇમેટ ચેન્જ: ધરતી પર દર વર્ષે 53000 ચોર કિમી બરફ ઓગળી રહ્યો છે
ક્લાઇમેટ ચેન્જ: ધરતી પર દર વર્ષે 53000 ચોર કિમી બરફ ઓગળી રહ્યો છે

ક્લાઇમેટ ચેન્જ: ધરતી પર દર વર્ષે 53000 ચોર કિમી બરફ ઓગળી રહ્યો છે

0
Social Share
  • સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જની અસર વર્તાઇ રહી છે
  • ધરતી પર વાર્ષિક 53000 ચોરસ કિમી બરફ ઓગળી રહ્યો છે
  • જેના ગંભીર પરિણામો માણસ જાતે ભોગવવા પડશે

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ધીરે ધીરે ક્લાઇમેટ ચેન્જની અસર વર્તાઇ રહી છે. એક તાજેતરના સંશોધન અનુસાર વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, દર વર્ષે ધરતી પર 53000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં બરફ ઓગળી રહ્યો છે. જેના ગંભીર પરિણામો માણસ જાતે ભોગવવા પડશે.

હાલમાં જે ધરતી પણ તાજુ પાણી છે તેમાં બરફ તરીકે સંઘરાયેલા પાણીનો હિસ્સો ઘણો મોટો છે. જો બર્ફિલો વિસ્તાર ઓછો થઇ રહ્યો છે તો તે ધરતી પર વધી રહેલા તાપમાન તરફ ઇશારો કરે છે. ચીનના સંશોધક શિઆઓકિંગ પૈંગનું કહેવું છે કે, બર્ફિલા વિસ્તાર ક્લાઇમેટ ચેન્જનો સંકેત આપતા સૌથી મોટા પરિબળો છે અને સાથે તે દર્શાવે છે કે વિશ્વ બદલાઇ રહ્યું છે.

ધરતી પર બરફથી છવાયેલા વિસ્તારોના આકારમાં બદલાવ એક મોટા વૈશ્વિક પરિવર્તનને દર્શાવે છે. તાજેતરમાં જાન્યુઆરીમાં જ અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ કહ્યુ હતુ કે, 2020નુ વર્ષ દુનિયાનુ સૌથી ગરમ વર્ષ રહ્યુ છે. જેનો અર્થ એ થાય છે કે, બરફ પિગળવાની ઝડપ વધી ચુકી છે. વિશ્વના સરેરાશ તાપમાનમાં 1951 થી 1980 સુધી એક ડિગ્રી જેટલો વધારો થઈ ચુકયો છે.

ચીનના સંશોધકોએ બરફથી ઢંકાયેલા વિસ્તારોનો અભ્યાસ કરવા માટે સેટલાઈટના આંકડાની મદદ લીધી હતી. સંશોધકોનુ કહેવુ છે કે, પૃથ્વીના ઉત્તરી ગોળાર્ધમાં મોટાભાગનો બરફ ઓગળ્યો છે. ઝડપથી ઓગળી રહેલા બરફના કારણે દુનિયાની 40 ટકા વસતી પર પ્રભાવ પડ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code