Site icon Revoi.in

ગાયબ થયેલા ચીની ઉદ્યોગપતિ જેક મા અચાનક સામે આવ્યા, આપ્યું આ નિવેદન

Social Share

બીજિંગ: ચીનના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ અને ઉદ્યોગપતિ જેક મા છેલ્લા કેટલાક મહિનાથી ગાયબ રહ્યા બાદ અચાનક દુનિયા સામે આવ્યા છે. દુનિયામાં સતત વધતા દબાણ બાદ ચીની સરકારે સરકારી પેપર ગ્લોબલ ટાઇમ્સમાં જેક માનો એક વીડિયો પ્રકાશિત કર્યો છે. જેક માએ આ વીડિયોમાં કહ્યું કે, જ્યારે કોરોના વાયરસની નાબૂદી થશે ત્યારે આપણે ફરી મળીશું.

જેક માને ઇંગ્લિશ ટીચર પાસેથી ઉદ્યમી બનવાની પ્રેરણા પ્રાપ્ત થઇ છે. જેક માના પરિચયમાં અલીબાબાની વાત કરવામાં આવી નથી, જેની સ્થાપના પણ પોતે કરી છે.

અગાઉ વિશ્વભરમાં મશહૂર ચીની ધનિક જેક મા અચાનક ગાયબ થઇ ગયા હતા તે બાદ ઘણા સવાલો ઉપસ્થિત થયા હતા. જેક માએ સરકારી બેંકોની પણ આલોચના કરી હતી.

સરકારી બેંકોની ટીકા બાદ જેક માની મુશ્કેલીમાં વધારો થયો હતો. જે બાદ જીનપિંગ સરકાર પર પ્રશ્નો ઉઠવા લાગ્યા હતા. જેક મા એવા પ્રથમ ચીની નાગરિક નથી જેનાથી ડ્રેગન નારાજ થયું છે. માર્ચમાં પ્રોપર્ટી બિઝનેસમેન રેન ઝીકીયાંગ પણ આ રીતે ગાયબ થયા હતા. ગાયબ થવાના 6 મહિના બાદ તેને 18 વર્ષની સજા અપાઇ હતી.

વર્ષ 2017માં અરબપતિ ફાઇનાન્સર શિયાન જીયાનહુઆને હોંગકોંગની એક હૉટલમાંથી કાઢીને ચીન લઇ જવામાં આવ્યો હતો અને આ વાતની અધિકારીક જાણકારી કોઇની પાસે નથી પરંતુ તેને ત્રણ વર્ષ કરતા વધારે સમય નજરબંધ કરવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, વિશ્વભરમાં કરોડો લોકોના આદર્શ એવા જેક માએ સરકારને આહ્વાન કર્યું હતું કે આવી પ્રણાલીમાં બદલાવ કરવામાં આવે જે વ્યાપારમાં નવા પ્રયોગો કરે છે અને તેને દબાવવામાં આવે છે.

(સંકેત)