Site icon Revoi.in

પૃથ્વી પર 5.5 કરોડ વર્ષથી વિચરતી ઉત્તરીય સફેદ ગેંડાની પ્રજાતિ થઇ લુપ્ત

Social Share

નવી દિલ્હી: 55 મિલિયન વર્ષથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી ઉત્તરીય સફેદ ગેંડાની પ્રજાતિ હવે સંપૂર્ણપણે લુપ્ત થઇ ચૂકી છે. અનેક સદીઓથી હિમયૂગ, ભૂકંપ, ઉલ્કાપાત જેવા વિવિધ પ્રાકૃતિક પરિવર્તનો સામે પણ ટકી ગયેલો સફેદ ગેંડો માણસ સામે હારી ગયો અને બચી શક્યો નથી.

આપને જણાવી દઇએ કે આંતરરાષ્ટ્રી માર્કેટમાં સફેદ ગેંડાના એક કિલો શિંગડાના 50 હજાર ડોલર મળતા હતા. આથી આ દુર્લભ ગેંડાઓને મારીને શિંગડા મેળવવાની માનવીય લાલસાએ લાખો વર્ષોથી અસ્તિત્વ ધરાવતા એવા આ પ્રાણીનું ધનોત પનોત કાઢી નાંખ્યું હતું.

વર્ષ 1970માં ઉત્તરીય સફેદ ગેંડાઓની સંખ્યા 20 હજાર આસપાસ હતી જે વર્ષ 1990માં ઘટીને માત્ર 400 થઇ હતી. વર્ષ 2003માં માત્ર 32 ગેંડાઓની વસ્તી બચી હતી. આ સફેદ ગેંડા અગાઉ ઉત્તર પશ્વિમ યુગાન્ડા, દક્ષિણ સૂડાન, મધ્ય આફ્રિકાના કોંગોના ઉત્તર પૂર્વમાં અને કેમરૂન સુધી જોવા મળતા હતા.

3 વર્ષ પહેલા નર ગેંડાનું મુત્યુ થયા પછી ઝુઓલોજિસ્ટ અને વૈજ્ઞાાનિકોને કલોન અને આઇવીએફ ટેકનિકથી ઉતરીય સફેદ ગેંડાની પ્રજાતિને બચાવી લેવાની આશા હતી .