OMG: 24 હજાર વર્ષ સુધી ચિરનિંદ્રામાં સૂતેલું રહ્યું આ સુક્ષ્મજીવ, બરફમાંથી નીકળતા જ ચાલવા લાગ્યું
- 24 હજાર વર્ષ સુધી સૂતેલું રહ્યું આ પ્રાણી
- બરફમાંથી બહાર નીકળતા સાથે જ ચાલવા લાગ્યું
- સાઇબેરિયાના અત્યંત બર્ફીલા વિસ્તારમાંથી આ જીવને બહાર કઢાયો હતો
નવી દિલ્હી: ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે હજારો વર્ષો સુધી બરફમાં દબાયેલ કોઇ જીવ જીવતું જ બહાર નીકળે.? જો કે આ શક્ય બન્યું છે. રશિયામાં આવી જ એક ઘટના બની છે.
હજારો વર્ષો સુધી માટી અને બરફમાં દબાયેલું એક જીવ Bdelloid rotifers એ વૈજ્ઞાનિકોને પણ ચોંકાવી દીધા છે. રશિયાના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, તે 24 હજાર વર્ષ બાદ આ જીવ સક્રિય થયો છે નહીતર તે ચિરનિંદ્રામાં સૂતેલું હતું.
સામાન્યપણે Bdelloid rotifers પાણી ધરાવતા વાતાવરણમાં જ જીવતું રહે છે. જો કે તેની ખાસિયત એ છે કે તે પોતાને જીવતા રાખી શકે છે. રિપોર્ટ અનુસાર રશિયાના વૈજ્ઞાનિકોએ ડ્રેલિંગ રિગનો ઉપયોગ કરીને સાઇબેરિયાના અત્યંત બર્ફીલા વિસ્તારમાંથી આ જીવને બહાર કાઢ્યો હતો. આ જીવ સુપ્તાવસ્થાની અવસ્થામાં પણ હજારો-લાખો વર્ષ સુધી જીવતું રહેવાની ક્ષમતા ધરાવે છે.
સુક્ષ્મજીવ જામેલી અવસ્થામાં 10 વર્ષ જીવતું રહી શકે છે પરંતુ આ જીવ 24 હજાર વર્ષ બાદ પણ જીવતું બહાર નીકળ્યું છે જેનાથી હવે 10 વર્ષનું મિથ પણ તૂટી ગયું છે.
રશિયાના સંશોધનકર્તા અનુસાર તેણે રેડિયોકાર્બન ડેટિંગની મદદથી એ વાતની શોધ કરી કે આ સુક્ષ્મજીવ 24 હજાર વર્ષથી જીવતું છે.