Site icon Revoi.in

આજે પ્રથમ વખત ‘ઇન્ટરનેશનલ ક્લીન એર ડે ફોર બ્લૂ સ્કાય’ મનાવાશે

Social Share

કોરોના કાળ દરમિયાન મોટા ભાગની અવરજવર અને ગતિવિધિઓ સ્થગિત થઇ જતા તમામ દેશોએ વર્ષો પછી તદ્દન સ્વચ્છ અને વાદળી આકાશ જોયું હતું. લોકડાઉનના પ્રારંભિક દિવસોમાં પંજાબ અને ઉત્તર પ્રદેશના મકાનોની અગાશી પરથી હિમાલયના શિખરો દેખાવા લાગ્યા હતા. તેના અંગે હવે યુનાઇટેડ નેશન્સએ પ્રથમ વખત 7 સપ્ટેમ્બરને ‘ઇન્ટરનેશનલ ક્લીન એર ડે ફોર બ્લૂ સ્કાય’ તરીકે મનાવવાની જાહેરાત કરી છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ આ વિશેષ દિવસે સોમવારે એક વીડિયો સંદેશ આપશે. જેમાં તેઓ વાયુ પ્રદૂષણ રોકવા માટે પર્યાવરણ ધોરણો, નીતિઓ અને કાયદાઓ લાગુ કરવા, અશ્મિભૂત ઇંધણ પર સબસિડી સમાપ્ત કરવા, ક્લીન એનર્જી માટે ઇન્ટરનેશનલ સહયોગ અને વિકાસશીલ દેશોને અશ્મિભૂત ઇંધણ આધારિત પ્રોજેક્ટોને ક્લીન એનર્જીમાં બદલવા પર ભાર મૂકવાનો આગ્રહ કરશે.

ભારત વાયુ પ્રદૂષણથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે ત્યારે ક્લીન એર ડેનું મહત્વ ભારત માટે સૌથી વધારે છે. દેશમાં આજે 90 કરોડ ટન કોલસો, 40 કરોડ ટન બાયોમાસ, 20 કરોડ ટન તેલ અને 5 કરોડ ટન ગેસની ઊર્જાનો વપરાશ છે. એટલે કે, આજે 80-85 ટકા ઊર્જા કોલસા અને બાયોમાસથી મળે છે. આ જ વાયુ પ્રદૂષણના મોટા કારક છે તેવું ઇન્ટરનેશનલ ફોરમ ફોર એન્વાર્યમેન્ટ, સસ્ટેનેબિલિટી એન્ડ ટેક્નોલોજીના મુખ્ય કાર્યકારી અધિકારી ચંદ્રભૂષણે જણાવ્યું હતું.

(સંકેત)