Site icon Revoi.in

ટ્વીટરે અમેરિકાના રાષ્ટ્રપતિનું સત્તાવાર એકાઉન્ટ પોટસને રીસેટ કર્યું

Social Share

વોશિંગ્ટન: જો બાઇડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે. આ પહેલા તેમને રાષ્ટ્રપતિના અધિકૃત ‘POTUS’ નામથી અધિકૃત ટ્વીટર હેન્ડલ મળી ગયું  અને ટ્વીટર હેન્ડલ વેરીફાઇ પણ થઇ ગયું છે. અગાઉ આ ટ્વીટર હેન્ડલ પરથી થયેલી ટ્વીટ્સને @POTUS45ના નામે આર્કાઇવ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે પોટસ હેન્ડલના લાઇવ થયાની થોડી મિનિટોમાં જ મિલિયનથી વધુ ફોલોઅર્સ થઇ ચૂક્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અત્યારસુધી એકાઉન્ટ POTUS એટલે કે પ્રેસિડેન્ટ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટથી ડોનાલ્ડ ટ્રમ્પ માટે કરવામાં આવેલ તમામ @POTUS45 એટલે અમેરિકાના 45માં રાષ્ટ્રપતિના નામથી સંગ્રહિત (આર્કાઇવ) કરી દીધા છે. આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળના એકાઉન્ટને પણ સંગ્રહિત કરવામાં આવ્યા હતા.

આ પહેલા 15એ જો બાઇડેન માટે પહેલું ટ્વીટ થયું હતું. એમાં સૂચના આપવામાં આવી હતી કે 20 જાન્યુઆરીએ 12 વાગ્યે આ રાષ્ટ્રપતિતરીકે એમનું અધિકૃત ટ્વીટર હેન્ડલ હશે.

ઓબામાના તમામ ફોલોઅર્સ સતત હસ્તાંતરણ પછી ટ્રમ્પને મળેલ પોટ્સ એકાઉન્ટ આવ્યા પર બરકરાર હતા. ટ્રમ્પ કાર્યકાળના આ એકાઉન્ટના તે ફોલોઅર્સ જે નવા રાષ્ટ્રપતિ અને નવા ઉપરાષ્ટ્રપતિ જેવા પ્રાસંગિક એકાઉન્ટને ફોલો કરે છે. તેમને નવા એકાઉન્ટ ફોલો કરવા માટે નોટિફિકેશન આપવામાં આવશે.

(સંકેત)