ટ્રમ્પનું એકાઉન્ટ બંધ કરવું ટ્વીટરને ભારે પડ્યું, કંપનીના શેરમાં મોટું ધોવાણ, એક દિવસમાં જ અબજોનું નુકસાન
- અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવાનું ટ્વીટરને ભારે પડ્યું
- એકાઉન્ટ સસપેન્ડ કર્યા બાદ ટ્વીટરના શેરમાં 6.4 ટકાનો કડાકો બોલી ગયો
- ટ્વીટરના શેરમાં કડાકાથી કંપનીને થયું અબજો રૂપિયાનું નુકસાન
વોશિંગ્ટન: અમેરિકાના સંસદ પરિસરમાં ઘૂસીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ હિંસા આચરી હતી. એ પછી ટ્વીટર દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોને ઉશ્કેરણીજનક ગણાવીને તેમના એકાઉન્ટે કાયમ માટે બંધ કરવાની ટ્વીટરે જાહેરાત કરી હતી.
જો કે, ટ્વીટર માટે અહીંયા પોતાના જ પગ પર કુહાડી મારવા જેવો ઘાટ સર્જાયો છે. કારણ કે સોમવારે અમેરિકન શેર બજારમાં સોશિયલ મીડિયા કંપનીના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ટ્વીટરના શેરમાં 6.4 ટકાનો કડાકો બોલી ગયો હતો. જેના પગલે ટ્વીટરને ભારતીય ચલણમાં ગણીએ તો અબજો રૂપિયાનુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.
ટ્વીટર પર ટ્રમ્પના 8 કરોડથી વધુ સમર્થકો હતો, ટ્રમ્પના એકાઉન્ડને સસ્પેન્ડ કરીને ટ્વીટરે આ સમર્થકોનો રોષ વ્હોરી લીધો છે. ટ્રમ્પ સમર્થકોએ ટ્વીટર વિરુદ્વ તેના હેડક્વાર્ટર બહાર વિરોધ નોંધાવ્યો હતો.
બીજી તરફ ટ્વીટર ઉપરાંત એપલ, એમેઝોન, આલ્ફાબેટના શેર્સના ભાવમાં પણ કડાકો બોલી ગયો હતો. ટ્વીટર દ્વારા ટ્રમ્પના એકાઉન્ટને સસ્પેન્ડ કરવાના નિર્ણયનું એક તરફ સમર્થન થઇ રહ્યું છે તો બીજી તરફ વિરોધ પણ થઇ રહ્યો છે. કેટલાક લોકો હવે ટ્વીટર પર માત્ર ડાબેરી વિચારધારાનું જ સમર્થન કરવાનો આરોપ લગાવી રહ્યા છે.
(સંકેત)