- અમેરિકાએ હવે ક્યૂબા પર ફરીથી સાધ્યું નિશાન
- અમેરિકાએ આતંકીઓને છાવરતા દેશોની યાદીમાં ક્યૂબાને ફરી ઉમેર્યું
- ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ફરી એકવાર ક્યૂબાને આતંકીઓના રક્ષણધામ તરીકે વર્ણવ્યુ
વોશિંગ્ટન: અમેરિકાએ હવે ક્યૂબા પર નિશાન સાધ્યું છે. અમેરિકાએ આતંકવાદી પરિબળોને છાવરતા દેશોમાં ક્યૂબાનું નામ ફરી એકવાર ઉમેરી દીધું છે. અગાઉના પ્રમુખ બરાક ઓબામાએ આતંકવાદીઓને છાવરતા દેશની યાદીમાંથી ક્યૂબાનું નામ કાઢી નાખ્યુંહતું. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ફરી એકવાર ક્યૂબાને આતંકીઓના રક્ષણધામ તરીકે વર્ણવ્યુ હતું.
અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ આ અંગે કહ્યું હતું કે, ક્યૂબાની સરકાર ઘરઆંગણે પોતાની વિરુદ્વના અવાજને કચડી નાખે છે. અમેરિકી સરકારે હંમેશા ફિડેલ કાસ્ટ્રોના શાસનના એવાં સાધનોને અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જેનો ઉપયોગ ઘરઆંગણાના વિરોધને કચડી નાખવામાં થતો હતો.
પોમ્પિયોએ કહ્યું હતું કે, વેનેઝુએલા તેમજ બાકીના પશ્વિમ ગોળાર્ધમાં ક્યૂબાની વગ ઘટાડવામાં પણ અમેરિકાએ મહત્વની કામગીરી કરી હતી. બરાક ઓબામાએ આતંકીઓને ક્યૂબા છાવરતું નથી એવા વિચારે ક્યૂબાનું નામ આતંકીઓને છાવરતા દેશોની યાદીમાંથી કાઢી નાખ્યું હતું.
મહત્વનું છે કે, અમેરિકાને ફિડલ કાસ્ટ્રોના શાસનકાળના સમયથી ક્યૂબા સામે એક પ્રકારનો અણગમો હત. એ સમયે પાકિસ્તાન દ્વારા આતંકીઓને જે પ્રોત્સાહન અપાતું હતું એ તરફ અમેરિકા ધ્યાન આપતું નહોતું. 9/11ના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીન ટાવર પરના હુમલા પછી અમેરિકાએ પાકિસ્તાન તરફ દ્રષ્ટિ કરી હતી.
(સંકેત)