- યુકેના હોમ સેક્રેટરીએ નવા ગ્રેજ્યુએટ ઇમિગ્રેશન રૂટની જાહેરાત કરી
- જે અંતર્ગત વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ બાદ ઓછામાં ઓછા 2 વર્ષ યુકેમાં કામ કરી શકશે
- તેનાથી ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ લાભાન્વિત થશે
નવી દિલ્હી: યુકેમાં દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે જતા હોય છે અને હવે જો તેઓ અભ્યાસ પૂર્ણ કર્યા પછી ત્યાં વધુ સમય રહેવા ઇચ્છે છે તો તેના માટે એક તક ઊભી થઇ છે. યુકેના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ગ્રેજ્યુએટ ઇમિગ્રેશન રૂટની જાહેરાત કરી. જે અંતર્ગત વિદેશી વિદ્યાર્થીઓને કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઓછામાં ઓછા 2 વર્ષ યુકેમાં રહીને કામ કરી શકશે તેમજ પોતાની સ્કીલ અનુસાર કામ શોધી શકશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોટી સંખ્યામાં અરજીકર્તાઓ ગ્રેજ્યુએટ રૂટથી સંપૂર્ણ ડિજીટલ રીતે એપ્લાય કરી શકશે. જેના માટે યુકે ઇમિગ્રેશ આઇડીનો ઉપયોગ કરવાનો રહેશે. એક એપથી આ કામ થઇ શકશે. જેની અરજી સ્વીકારાશે તેમને ઇવિઝા આપવામાં આવશે, જે યુકેમાં દરેક જગ્યાએ માન્ય ગણાશે.
નવા રૂટ અંતર્ગત અરજી કરવાની પ્રક્રિયા ઘણી સરળ છે, કેમકે તેમાં વિદ્યાર્થીઓએ તેમના ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન સબમિટ કરવાના છે. જ્યારે કે પહેલા વિદ્યાર્થીઓએ યુકે વિઝા એન્ડ સિટિઝનશિપ એપ્લિકેશન સર્વિસ સુધી લાંબા થવું પડતું હતું કે પછી તેમની બાયોમેટ્રિક્સ ફરીથી આપવી પડતી હતી.
જે લોકો એપનો ઉપયોગ ન કરી શકતા હોય તે ઓનલાઈન એપ્લાય કરી શકે છે, પરંતુ તેમણે યુકે વિઝા એન્ડ સિટિઝનશિપ એપ્લિકેશન સેન્ટરે જવું પડશે.
યુકે સરકારના આ પગલાંથી ભારતના હજારો વિદ્યાર્થીઓને ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગત વર્ષે ભારતના લગભગ 56 હજાર વિદ્યાર્થીઓને યુકેએ વિઝા આપ્યા હતા. જે તેની અગાઉના વર્ષ કરતા 13 ટકા વધુ હતા.
યુકે સરકારની પોઈન્ટ બેઝ્ડ ઈમિગ્રેશન સિસ્ટમથી ભારત અને વિશ્વના ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને યુકેમાં બિઝનેસના હાઈએસ્ટ લેવલ્સ, સાયન્સ, ટેકનોલોજી અને આર્ટમાં કરિયર શરૂ કરવાની તક મળશે. એક વખત તેમને અમારી ઉત્તમ શૈક્ષણિક સંસ્થાઓમાંથી શિક્ષણ મેળવી લે, પછી નવા વિઝા તેમને તેમના સપનાઓ પૂરા કરવાની આઝાદી આપશે.