Site icon Revoi.in

UAEની અવકાશ ક્ષેત્રે સિદ્વિ, પ્રથમ માર્સ મિશન ‘હોપ પ્રોબ’ કર્યું લોન્ચ

Social Share

સાઉદી અરબ અમીરાતે પણ હવે અવકાશી ક્ષેત્રે સિદ્વિ હાંસલ કરી છે. સાઉદી અરબ અમીરાતનું પ્રથમ મંગળ મિશન ‘હોપ પ્રોબ’ સોમવારે જાપાનના તનેગાશિયામાં સ્પેસ સેન્ટરથી લોન્ચ થયું છે. સંયુક્ત રાષ્ટ્ર એ યુએઇના આ મિશનને આવકારતા કહ્યું હતું કે યુએઇનું માર્સ મિશન સમગ્ર વિશ્વ માટે યોગદાન છે.

યાન પર અરબી ભાષામાં અલ અમલ લખેલું હતુ. લોન્ચ બાદ રોકેટ નિર્માતા મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું કે, અમે એચ-આઇઆઇએ લોન્ચ વ્હીકલ નંબર -42 લોન્ચ કર્યું છે. મિશનની લાઇવ ફીડ પણ દર્શાવવામાં આવી હતી.

સમગ્ર દુનિયામાં હાલમાં મંગળ પર જનાર કુલ ત્રણ પ્રોજેક્ટ છે. જેમાં એક ચીનનો તાઇવાન-1 અને અમેરિકાનો માર્સ 2020 છે. જ્યારે અમીરાતનો આ પ્રોજેક્ટ મંગળ પર જનાર ત્રીજો પ્રોજેક્ટ છે. આપને જણાવી દઇએ કે અત્યારે પૃથ્વી અને મંગળ વચ્ચેનું અંતર સૌથી ઓછું હોવાથી આ દેશો તેનો લાભ ઉઠાવી રહ્યા છે.

યુએઇનું હોપ વર્ષ 2021ના ફેબ્રુઆરી મહિનામાં મંગળની કક્ષા પર પહોંચે તેવી સંભાવના છે. ફેબ્રુઆરીમાં અમીરાતની 50મી વર્ષગાંઠ પણ હશે.

(સંકેત)