- સંયુક્ત રાષ્ટ્રએ તહરિક-એ-તાલિબાન પાકિસ્તાનના નેતાને આતંકી જાહેર કર્ય
- સંયુક્ત રાષ્ટ્રએ નૂર વલી મહસૂદનું નામ ISIL લિસ્ટમાં કર્યું સામેલ
- અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટ એ નિર્ણયનું કર્યું સ્વાગત
સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના નેતા નૂર વસી મહસૂદને વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે. મહસૂદનું નામ ISIL અને અલ કાયદાની પ્રતિબંધ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.
યુએનના આ નિર્ણયનું અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટે ટ્વીટ કરીને સ્વાગત કર્યું છે. ટ્વીટમાં કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રએ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકી મુફ્તી નૂર વલી મહસૂદને વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે તે આવકારદાયક પગલું છે. પાકિસ્તાનમાં કરવામાં આવેલા અનેક આતંકી હુમલા માટે નૂર વાલી જવાબદાર છે.
નોંધનીય છે કે, નૂર વલી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના તાલિબાન તરીકે પણ કુખ્યાત છે. તે ત્યાં અનેક આત્મઘાતી હુમલાને અંજામ આપી ચૂક્યો છે. આ આત્મઘાતી હુમલામાં અનેક નાગરિકોના મોત નિપજ્યા છે. અમેરિકાએ પણ સપ્ટેમ્બર 2019માં નૂર વાલીને આતંકી જાહેર કર્યો હતો.
(સંકેત)