Site icon Revoi.in

અમેરિકામાં કોરોનાને મ્હાત આપવા રસીકરણ અભિયાન શરૂ, ન્યૂયોર્કમાં નર્સને મળ્યો પ્રથમ ડોઝ

Social Share

વોશિંગ્ટન: વિશ્વમાં કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકામાં રસીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તેને અમેરિકી ઇતિહાસમાં સૌથી મોટું રસીકરણ અભિયાન ગણાવવામાં આવી રહ્યું છે. ફાઇઝર-બાયોએનટેકની કોરોના વાયરસ વેક્સીનનો ડોઝ સૌ પ્રથમ અમેરિકી સ્વાસ્થ્યકર્મીઓને આપવામાં આવી રહ્યો છે.

https://twitter.com/realDonaldTrump/status/1338490171801661441

આ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે પ્રથમ વેક્સીન લગાવવામાં આવી. અમેરિકાને શુભેચ્છા, વિશ્વને શુભકામના. ન્યૂયોર્ક સિટીમાં એક નર્સને ફાઇઝર-બાયોએનટેકનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. આગામી વર્ષે એપ્રિલ સુધી અમેરિકાના અંદાજે 10 કરોડ લોકોને વેક્સીનનો ડોઝ આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

રસીકરણ અંગે ફાઇઝરના સીઇઓ અલ્બર્ટ બૌરલાએ કહ્યું હતું કે, રસી લેનારા પહેલા કેટલાક લોકોમાં તે સામેલ થશે. તેમણે કહ્યું કે, જો રસી બનાવનાર કંપનીના સીઇઓ તેને લગાવશે તો લોકોમાં વિશ્વાસ વધશે. મિશિગનમાં ફાઇઝરના પ્લાન્ટથી રવિવારે કોવિડ-19 રસીની પ્રથમ ખેપનો એક ટ્રક નિકળ્યો હતો. અમેરિકી ઔષધિ નિયામકે રસીના ઉપયોગની શુક્રવારે મંજૂરી આપી હતી.

(સંકેત)