- હવે કોરોના વાયરસને નાકમાં જ રોકી લેતું ઇન્હેલર સ્પ્રે શોધાયું
- અમેરિકન વૈજ્ઞાનિકોએ નેનોબોડીઝવાળો સ્પ્રૈ તૈયાર કર્યો
- આ નસલ સ્પ્રે કોરોના વાયરસના ઉપલા પ્રોટીન સ્તરને અવરોધિત કરે છે
કોરોના વાયરસના સંક્રમણને નાથવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો વેક્સીન બનાવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. વાયરસને નાબૂદ કરવા માટે નવી નવી તકનીકો પર કામ ચાલી રહ્યું છે. આ વચ્ચે અમેરિકાથી એક સારા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમણે નેનોબોડીઝવાળો એન્ટિ-કોરોના સ્પ્રે તૈયાર કર્યો છે. જેનો ઉપયોગ ઇન્હેલર તરીકે કરવામાં આવશે.
એકવાર ઇન્હેલ કર્યા પછી, તેની નેનોબોડીઝ કોરોના સંક્રમણ ફેલાવનારા વાયરસને નાકમાં પહોંચતા અટકાવશે. આ રીતે, વાયરસ ગળા દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરી શકશે નહીં. આ શક્ય છે કારણ કે આ નસલ સ્પ્રે કોરોના વાયરસના ઉપલા પ્રોટીન સ્તરને અવરોધિત કરે છે.
પ્રોટીન દ્વારા કોરોના વાયરસને અવરોધિત કરતી આ નસલ સ્પ્રેનું ઉત્પાદન કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે. સંશોધનકર્તા ટીમે જણાવ્યું છે કે આ ઇન્હેલર તૈયાર કરવા માટે કોરોના એન્ટિબોડીઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નેનોબોડીઝ પ્રથમ એન્ટિબોડીઝમાંથી બનાવવામાં આવી હતી. લેબમાં નેનોબોડીઝ વિકસિત કરતી વખતે આને જેનેટિકલી મોડિફાઈ કરવામાં આ રીતે સંશોધિત કરવામાં આવી છે. જેથી તેઓ કોરોના વાયરસને રોકવા માટે ખાસ કામ કરે. તેઓ મુખ્યત્વે કોરોના વાયરસના બાહ્ય પડને અસર કરે છે, જે પ્રોટીનથી બનેલું છે.
મહત્વનું છે કે, આ બનાવતી ટીમ હવે આ નસલ સ્પ્રેનું મોટા પાયે હ્મુમન ટ્રાયલ તૈયાર કરી રહી છે. જો આ હ્યુમન ટ્રાયલ સફળ રહેશે તો આ નસલ સ્પ્રે કોરોના સંક્રમણને રોકવા માટે એક અસરકારક માધ્યમ સાબિત થશે.
(સંકેત)