- અમેરિકાના રાષ્ટ્રપતિ પદેથી વિદાય લેતા પહેલા ટ્રમ્પે ચીનને આપ્યો ઝટકો
- અમેરિકાએ એસએમઆઇસી સહિતની 59 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ
- અમેરિકાએ આ કંપનીઓ રાષ્ટ્રીય સુરક્ષા મટે ખતરારૂપ હોવાનું જણાવ્યું
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ પદેથી વિદાય લેતા પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને વધુ એક ઝટકો આપ્યો છે. અમેરિકાના વાણિજ્ય મંત્રાલયે સેમીકંડકટર મેન્યુફેક્ચરિંગ ઇન્ટરનેશનલ કોર્પોરેશન સહિત 59 વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ઉત્પાદન કંપનીઓ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. અમેરિકાએ આ કંપનીઓએ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવીને આ પાબંધી લગાવી છે.
વાણિજ્ય વિભાગમાંથી આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એસએમઆઇસી સહિત 59 કંપનીઓના એક્સપોર્ટ કંટ્રોલ એંટિટી લિસ્ટમાં એટલા માટે મૂકાયું છે કે તેમના ચીન સેનાથી સંબંધ સામે આવ્યા છે. ચીન પોતાના સૈન્ય આધુનિકીકરણના મામલે અમેરિકી પ્રોદ્યોગિકીનો લાભ લે છે પણ હવે એવું નહીં થાય.
ચીનની સેના સાથે જોડાયેલી દરેક કંપનીઓ પર અમેરિકા કાર્યવાહી કરશે. આ નક્કી કરવા માટે એસએમઆઇસી ટેક્નોલોજીથી ચીનની પીપલ્સ લિબરેશન આર્મીને મજબૂત ના કરે તેને લિસ્ટમાં રાખવું જરૂરી હતું.
વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે દક્ષિણ ચીન સાગરમાં ચીનની દાદાગીરી ખતમ કરવા માટે કેટલાક પગલાં લેવાઈ રહ્યા છે. તેઓએ કહ્યું કે વાણિજ્ય વિભાગ ચીનના શીપ બિલ્ડિંગ કોર્પોરેશનથી સંબંધિત 25 શિપ બિલ્ડિંગ રિસર્ચ સંસ્થાને એંટિટી લિસ્ટમાં રાખશે. આ સિવાય અન્ય 6 સંસ્થાઓ પર પણ કાર્યવાહી કરશે જે પીપલ્સ લિબરેશન આર્મીને અનુસંધાન, વિકાસ અને વિનિર્માણમાં મદદ કરે છે.
પોમ્પિયોએ વધુમાં ઉમેર્યુ હતું કે માનવાધિકારના ઉલ્લંઘનને લીધે ચીનની 4 કંપનીઓની વિરુદ્વમાં પ્રતિબંધ લગાવાશે. ચીનને ઉઇગર મુસ્લિમ સહિત દરેક અલ્પસંખ્યકોનું સમ્માન કરવું જોઇએ. અમેરિકા માનવ અધિકારોના સંરક્ષણને લઇને પ્રતિબદ્વ છે અને સાથે તેમનું ઉલ્લંઘન કરનારાના વિરુદ્વમાં કાર્યવાહી કરશે.
(સંકેત)