અમેરિકામાં રહેતા 5 લાખ ભારતીયોને મળી શકે છે નાગરિકત્વ, અમેરિકાની સંસદમાં ‘ડ્રીમર્સ એક્ટ’ ખરડો પસાર થયો
- અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત કરવાનું સપનું સેવતા ભારતીયો માટે સારા સમાચાર
- અમેરિકાની સંસદમાં ડ્રીમ એન્ડ પ્રોમિસ એક્ટ પસાર થયો
- ગૃહમાં આ ખરડો 228 વિ. 197 મતથી પસાર થયો
નવી દિલ્હી: અમેરિકાના નાગરિકત્વનું સ્વપ્ન સેવતા ભારતીયો માટે ફાયદાના સમાચાર છે. અમરિકાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે એક મહત્વપૂર્ણ ખરડો અમેરિકન ડ્રીમ એન્ડ પ્રોમિસ એક્ટ પસાર કર્યો છે. ગૃહમાં આ ખરડો 228 વિ. 197 મતથી પસાર થયો. ત્યારબાદ એને ઉપલા ગૃહ સેનેટમાં મોકલી દેવાયો. આ સેનેટમાં પસાર થઇ જશે તો રાષ્ટ્રપતિ જો બાઇડેનના હસ્તાક્ષર સાથે જ કાયદાનું રૂપ લેશે.
જો બાઇડેન પહેલાથી જ આ ખરડાની તરફેણમાં હતા. તેમણે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમં ખરડો પસાર થયા બાદ સેનેટને પણ ખરડો પસાર કરી દેવા અપીલ કરી, જેથી અમેરિકામાં રહેતા કરોડો ડ્રીમર્સનું અમેરિકી નાગરિકત્વ મેળવવાનું સપનું સાકાર થઇ શકે. આ ખરડો બાઇડેનના ઇમિગ્રેશન એજન્ડાની દિશામાં પ્રથમ પગલું છે.
આ ખરડાથી અંદાજે 1.10 લાખ ઇમિગ્રન્ટ્સને અમેરિકાનું નાગરિકત્વ મળી શકે છે કે જેમની પાસે કાનૂની દસ્તાવેજ નથી. અમેરિકામાં તેમને ડ ડ્રીમર્સ કહે છે. અર્થાત્ એવા ઇનડાયરેક્ટ ઇમિગ્રન્ટ કે જેઓ માતા-પિતા સાથે બાળપણમાં અમેરિકા આવ્યા પણ દસ્તાવેજ ના હોવાથી તેમણે કાનૂની દેખરેખ હેઠળ રહેવું પડે છે.
ડેમોક્રેટિક પાર્ટીના 5 સેનેટરે કેટલાક નોન-ઇમિગ્રન્ટ વિઝા પર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા પ્રતિબંધ હટાવવાની માગ કરી છે, જેમાં ભારતીય પ્રોફેશનલ્સમાં ભારે લોકપ્રિય એચ-1બી વિઝા પણ સામેલ છે.
(સંકેત)