US ELECTIONS 2020 RESULTS: બાઇડેન જીતથી 6 પગલા દૂર, ઇતિહાસમાં સૌથી વધુ મત મેળવનારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
- અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીનું મતદાન પૂર્ણ
- હાલમાં મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે
- અત્યારસુધી બાઇડેનને 264 ઇલેક્ટોરલ વોટ મળી ગયા છે
- બાઇડેન હવે ચૂંટણીમાં જીતથી માત્ર 6 મત દૂર
વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. હવે મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ઘણા રાજ્યોમાંથી વલણ તેમજ પરિણામ સામે આવી ગયા છે. ડેમોક્રેટ્સના ઉમેદવાર જો બાઇડેન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. જેમાં અત્યારસુધી બાઇડેનને 264 ઇલેક્ટોરલ મત મળી ગયા છે, જ્યારે ટ્રમ્પને 214 મત મળ્યાં છે. આપને જણાવી દઇએ કે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે એક ઉમેદવારના પક્ષમાં 270 ઇલેક્ટોરલ મત હોવા જોઇએ. એટલે હવે બાઇડેન જીતથી માત્ર 6 મત દૂર છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. હવે મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ઘણા રાજ્યોમાંથી વલણ તેમજ પરિણામ સામે આવી ગયા છે. ડેમોક્રેટ્સના ઉમેદવાર જો બાઇડેન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. જેમાં અત્યારસુધી બાઇડેનને 264 ઇલેક્ટોરલ મત મળી ગયા છે, જ્યારે ટ્રમ્પને 214 મત મળ્યાં છે. આપને જણાવી દઇએ કે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે એક ઉમેદવારના પક્ષમાં 270 ઇલેક્ટોરલ મત હોવા જોઇએ. એટલે હવે બાઇડેન જીતથી માત્ર 6 મત દૂર છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ડેમોક્રેટસ ઉમેદવાર જો બાઇડેને પોતાના નામ પર એક નવો રેકોર્ડ બનાવ્યો છે. અમેરિકાની ચૂંટણીના ઇતિહાસમાં કોઇ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને અત્યારસુધીમાં વધુ મત મેળવનારાનો રેકોર્ડ જો બાઇડેનના નામે નોંધાયો છે. અત્યારસુધીની ગણતરીમાં જો બાઇડેનને 7 કરોડ મત મળી ગયા છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 6.8 કરોડ મતની નજીક છે.
જો કે ડોનાલ્ડ ટ્રમ્પ ચાર મહત્વના રાજ્યમાં આગળ ચાલી રહ્યા છે. ટ્રમ્પ જ્યોર્જિયા, પેન્સિલવેનિયા, નોર્થ કેરોલિના, અલાસ્કામાં આગળ છે. જેમાં જ્યોર્જિયામાં 16 અને કેરોલિના 15, પેનસિલ્વેનિયાના 20 અને અલાસ્કાના 3 ઇલેક્ટોરલ મત છે. જો આ 4 રાજ્યોમાં ટ્રમ્પ જીતે તો બહુમતથી 3 ઇલેક્ટોરલ મત દૂર રહે.
હાલના અપડેટ પર નજર કરીએ તો ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડેનને અત્યાર સુધીમાં 7,15,57,235 મત પ્રાપ્ત થયા છે. જે સંપૂર્ણ મતોના 50.3 ટકા છે. જ્યારે બીજી તરફ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને 48 ટકા સાથે 6,82,56,676 મત મળ્યાં છે.
નોંધનીય છે કે જો બાઇડેનને અત્યારસુધીમાં 264 ઇલેક્ટોરલ મત મળી ગયા છે. જ્યારે ટ્રમ્પને 214 ઇલેક્ટોરલ મત મળ્યાં છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતવા માટે એક ઉમેદવારને 270 ઇલેક્ટોરલ મતની જરૂરિયાત હોય છે.
(સંકેત)