US ELECTIONS RESULT LIVE: બાઇડેનને 238 તો ટ્રમ્પને 213 ઇલેકટોરલ વોટ, ટ્રમ્પે સંબોધી પત્રકાર પરિષદ
- અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે થઇ રહ્યું છે મતદાન
- કેટલાક રાજ્યોમાં મતદાન પૂર્ણ, મતગણતરી ચાલુ કરાઇ
- અત્યારસુધીમાં બાઇડેનને 238 અને ટ્રમ્પને 213 ઇલેકટોરલ વોટ
વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે તો કેટલાક રાજ્યોમાં મતદાન બંધ થઇ ગયું છે અને મતગણતરીની શરૂઆત થઇ ચૂકી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેનમાંથી કોણ રાષ્ટ્રપતિ બનશે તેને લઇને લોકોમાં પણ ચર્ચા ચાલી રહી છે.
હાલમાં ઇલેક્ટોરલ વોટની વાત કરીએ તો રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બાઇડેનને 238 જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 213 ઇલેક્ટોરલ વોટ મળ્યાં છે.
પેન્સીલવેનિયા રાજ્ય પૂરા 20 ઇલેક્ટોરલ વોટ ધરાવે છે. અત્યારે પેન્સીલવેનિયામાં 64 ટકા મતગણતરી પૂર્ણ થઇ છે અને ટ્રમ્પને 55.7 ટકા વોટ મળ્યા છે. આ રાજ્ય જીતવાથી ટ્રમ્પને 20 ઇલેકટોરલ વોટનો જેકપોટ લાગતા તેઓ 233 ઉપર પહોંચી શકે છે અને આ સાથે બાયડનની નજીક આવી શકે છે.
જો બાઇડેનની મિનેસોટામાં જીત મળી છે. મિનેસોટામાં 10 ઇલેકટોરલ મત છે અને આ ડેમોક્રેટિક તરફનું રાજ્ય માનવામાં આવે છે. જ્યારે બાઇડેનને હવાઇમાં પણ જીત પ્રાપ્ત થઇ છે.
ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડેનની વોશિંગ્ટન, કેલિફોર્નિયા, ઓરિગન અને ઇલિનોયસમાં પણ જીત હાંસલ થઇ છે. તે ઉપરાંત ન્યૂ મેક્સિકો, મૈસચુસેટસ, ન્યૂ જર્સી, મેરીલેંડ, વર્મોટ, કનેક્ટિકટ, ડેલાવેયર, કોલોરાડો સિત ન્યૂ મેક્સિકો અને ન્યૂ હેમ્પશાયરમાં પણ જીત પ્રાપ્ત થઇ છે.
તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પની વ્યોમિંગ, કંસાસ, મિસૌરી, મિસિસિપી, યૂટાહ, નેબ્રાસ્કા, લુઇસિયાનામાં જીત પ્રાપ્ત થઇ છે.
ટ્રમ્પે યોજેલી પત્રકાર પરિષદ
https://twitter.com/TeamTrump/status/1323888133390348288
અમેરિકાની ચૂંટણીની મતગણતરી વચ્ચે ટ્રમ્પે પત્રકાર પરિષદ સંબોધી હતી અને કહ્યું હતું કે કેટલીક જગ્યાએ ફ્રોડ થઇ રહ્યું છે પરંતુ અમે ચૂંટણી જીતીશું. અમે લોકો સુપ્રીમ કોર્ટ જઇશું અને મત રોકવાની માંગ કરીશું. અમે ચૂંટણી જીતી ચૂક્યા છે અને હું મતદારોનો આભાર માનું છું.
(સંકેત)