Site icon Revoi.in

US ELECTION RESULTS LIVE: બાઇડેનને અત્યારસુધીમાં 209 ઇલેક્ટોરલ વોટ, ટ્રમ્પને 112 મળ્યાં

Social Share

વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. અમેરિકાના કેટલાક રાજ્યોમાં મતદાન બંધ થઇ ગયું છે અને મતગણતરીની શરૂઆત થઇ ગઇ છે. રાષ્ટ્રપતિ પદ માટેના બે પ્રબળ દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેનમાંથી કોઇ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાશે તેને લઇને લોકોમાં ચર્ચા થઇ રહી છે. પરિણામ સામે આવી રહ્યું છે. માત્ર અમેરિકા જ નહીં પરંતુ વિશ્વભરની નજર અમેરિકાની આ ચૂંટણીના પરિણામ પર રહેલી છે.

વોટની વાત કરીએ તો રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બાઇડેનને ઇલેકટોરલ વોટમાં 209 જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 112 મળ્યાં છે.

જે રાજ્યોમાં મતદાન પૂર્ણ થયું છે ત્યાંથી પ્રાથમિક વલણો સામે આવી રહ્યાં છે. આ રાજ્યોમાં ઇલેક્ટોરલ વોટ મુજબ બિડેનને અત્યાર સુધીમાં 85 વોટ મળ્યાં છે જ્યારે ટ્રમ્પને 61 વોટ મળ્યા છે. બહુમતિ માટે કુલ 270 મતની જરૂરિયાત હોય છે. જો કે હાલમાં આ પ્રાથમિક વલણ છે અને કેટલાક રાજ્યોમાંથી હજુ પ્રાથમિક વલણ આવવાનું બાકી છે જ્યાં ઇલેક્ટોરલ વોટની સંખ્યા ઘણી છે.

ડોનાલ્ડ ટ્મ્પે અરકંસાસ સહિત ટેનેસી, વેસ્ટ વર્જિનિયા, ઓક્લાહોમા, કેંટકી અને ઇન્ડિયાનામાં જીત મેળવી છે. અમેરિકન ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેને મૈસેચુસેટ્સ, ન્યૂ જર્સી, મેરીલેંડ અને વર્મોટ સિવાય ન્યૂયોર્કમાં જીત મેળવી છે.

(સંકેત)