રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુશ્કેલી વધી, અમેરિકી સંસદે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી
- અમેરિકામાં કેપિટોલ હિંસા બાદ ટ્રમ્પ પર સંકટના વાદળો ઘેરાયા
- અમેરિકી સાંસદોએ ટ્રમ્પ વિરુદ્વ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી
- ટ્રમ્પ વિરુદ્વ કેપિટોલ હિંસામાં સમર્થકોને ઉશ્કેરવાનો છે આરોપ
વોશિંગ્ટન: અમેરિકામાં કેપિટોલ હિંસા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર મુશ્કેલીના વાદળો ઘેરાયા છે. સોમવારે ડેમોક્રેટિક પાર્ટીના ત્રણ સાંસદો જૈમી રસ્કિન, ડેવિડ સિસિલીન તેમજ ટેડ બ્લૂએ મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને કેપિટોલ હિંસામાં પોતાના સમર્થકોને હિંસા માટે ભડકાવવા માટે ઉશ્કેરવાનો આરોપ ટ્રમ્પ પર લગાવ્યો હતો. આ સાંસદોનું સમર્થન પ્રતિનિધિ સભાના 211 સભ્યોએ કર્યું છે.
આ પ્રસ્તાવમાં વર્તમાન રાષ્ટ્રપતિ પર પોતાના પગલાં દ્વારા 6 જાન્યુઆરીએ રાજદ્રોહ માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે પોતાના સમર્થકોને કેપિટલ બિલ્ડિંગ (સંસદ પરિસર)ની ઘેરાબંધી માટે ઉશ્કેર્યા, જ્યારે ત્યાં ઇલેક્ટોરલ કોલેજના મતોની ગણતરી ચાલી રહી હતી અને લોકોના હુમલો કરવાથી આ પ્રક્રિયામાં વિક્ષેપ પડ્યો હતો.
આ હિંસાની ઘટનામાં એક પોલીસ અધિકારી સહિત પાંચ લોકોના મોત થયા હતા. આ પહેલા રિપબ્લિકન સાંસદોએ સોમવારે ગૃહમાં ડેમોક્રેટિક સભ્યોની તે વિનંતીએ નકારી દીધી, જેમાં ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ પરથી જલદી હટાવવાને કારણે ઉપરાષ્ટ્રપતિ પેન્સ પાસે 25માં સંશોધનને લાગૂ કરવાના આહ્વાન પર સર્વ સંમતિ માગવામાં આવી હતી.
(સંકેત)