Site icon Revoi.in

અમેરિકાએ 18000 કિલોના બોમ્બનો વિસ્ફોટ કર્યો, દરિયામાં આવ્યો ભૂકંપ

Social Share

નવી દિલ્હી: એક તરફ જ્યાં અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધોમાં કડવાશ જોવા મળી રહી છે તો બીજી તરફ સાઉથ ચાઇના સીમાં પણ ચીનના વધતા સામર્થ્યને કાબૂમાં રાખવા માટે હવે અમેરિકા સતત પ્રયત્ન કરી રહ્યું છે.

આ બંને દેશો સાથે તણાવભર્યા સંબંધો વચ્ચે અમેરિકા હવે નવા હથિયારો પર ટ્રાયલ કરી રહ્યું છે અને તેના ભાગરૂપે અમરિકાની નેવીએ વિશ્વના સૌથી શક્તિશાળી પરંપરાગત બોમ્બનું પરીક્ષણ કર્યું છે. આ બોમ્બનું વજન 18,000 કિલોગ્રામ હતું અને તેને દરિયામાં અમેરિકાના વિમાન વાહક જહાજ જીરાલ્ડ ફોર્ડ પાસે નાંખવામાં આવ્યો હતો.

જુઓ વીડિયો

નેવીએ આ બોમ્બ પરીક્ષણનો વીડિયો પણ જાહેર કર્યો છે જેમાં જોઇ શકાય છે કે, પાણીમાં જોરદાર ધડાકા સાથે ભૂકંપ આવ્યો હોય તેમ આસપાસનું વાતાવરણ કાંપી રહ્યું છે. નૌસેનાએ તેને કુલ શિપ શોટ ટેસ્ટ ગણાવ્યો છે. આ વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે તેનાથી નીચે 3.9 રિક્ટર સ્કેલનો આંચકો પણ અનુભવાયો હતો.

આ રીતે કર્યું પરીક્ષણ

નૌસેનાએ અમેરિકાના ફ્લોરિડા દરિયા કાંઠાથી 100 માઇલ દૂર દરિયામાં આ પરીક્ષણ હાથ ધર્યું હતું. આ પરીક્ષણ એટલા માટે હાથ ધરવામાં આવ્યું હતું કે તેનાથી વિમાન વાહક જહાજ બોમ્બના હુમલાને કેટલી હદે સહન કરી શકે છે એ જાણી શકાય.

નોંધનીય છે કે, વિસ્ફોટનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ છે અને અત્યાર સુધી આ વીડિયોને 1 મિલિયન લોકો જોઇ પણ ચૂક્યા છે.