1. Home
  2. ગુજરાતી
  3. જો બાયડનનાં શપથ ગ્રહણ પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન ડિસી છોડી દેશે

જો બાયડનનાં શપથ ગ્રહણ પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન ડિસી છોડી દેશે

0
Social Share
  • અમેરિકામાં આગામી બુધવારે જો બાયડનનો રાષ્ટ્રપતિ પદ માટેનો શપથ ગ્રહણ કાર્યક્રમ
  • આ કાર્યક્રમ પહેલા વર્તમાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ વોશિંગ્ટન ડિસી છોડીને રવાના થશે
  • ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન ડિસી છોડીને ફ્લોરિડા માટે રવાના થશે

વોશિંગ્ટન: અમેરિકામાં ટૂંક સમયમાં જો બાયડનના રાષ્ટ્રપતિ પદ માટેનો શપથગ્રહણ સમારોહ યોજાશે ત્યારે આ શપથગ્રહણ સમારોહ પહેલા જ વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન ડિસી છોડી જતા રહેશે. સૂત્રોના હવાલાથી આ માહિતી પ્રાપ્ત થઇ છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, જો બાયડન આગામી સપ્તાહે બુધવારે રાષ્ટ્રપતિ પદ માટેના શપથ ગ્રહણ કરશે. આ દિવસે સવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન ડીસીને છોડી ફ્લોરિડા જતા રહેશે. ટ્રમ્પ ફ્લોરિડામાં રહીને નવી શરૂઆત કરશે. ટ્રમ્પ પ્રશાસન સાથે જોડાયેલા સૂત્રોનુસાર તેમના વિદાય સમારોહ જોઇન્ટ બેઝ એડ્રયુઝમમાં આયોજીત કરાશે. ત્યારે ટ્રમ્પ ફ્લોરિડા માટે રવાના થશે.

અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ યોજાનારા જો બાયડનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાનું એલાન કર્યું હતું. ટ્રમ્પે એક ટ્વીટમાં કહ્યું હતું કે તે બધા માટે જેમણે તેમને પૂછ્યું કે તે 20 જાન્યુઆરીએ થનારા કાર્યક્રમમાં હાજર થશે કે નહીં. જો બાયડન 20 જાન્યુઆરીએ અમેરિકાના  રાષ્ટ્રપતિ અને કમલા હેરિસ ઉપ રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરશે.

ટ્રમ્પની સત્તા લાલસા એ વાતથી જ સ્પષ્ટ થઈ ગઈ હતી કે તેઓ ૩ નવેમ્બર, ૨૦૨૦ના રોજ જાહેર થયેલાં પરિણામો બાદ પણ પોતાની હાર સ્વીકારવાનો સતત ઈન્કાર કરતા રહ્યા અને જીતવાના પોકળ દાવા પણ કરતા રહ્યા. પરિણામો વિરુદ્ધ તેમણે અનેક કેસ પણ દાખલ કર્યા અને તેમાં પણ તેમના જીતના દાવાઓ જ મુખ્ય હતા. ટ્રમ્પે તેમની સત્તાની ભૂખમાં અંધ થઈને એક વખત પણ હારનો સ્વીકાર ન જ કર્યો અને એ કારણે જ ટ્રમ્પના સમર્થકોએ અમેરિકાના લોકતાંત્રિક સંસ્થાનોમાં ઘૂસીને હિંસા આચરી અને ભારે તોડફોડ પણ કરી અને સંસદ ભવનમાં ઘૂસણખોરી કરીને બંધારણીય સત્તાને ઉખાડી ફેંકવાની નિષ્ફળ કોશિશ પણ કરી.

દુનિયાભરના ટોચના નેતાઓએ ટ્રમ્પના આ આચરણને શરમજનક અને નિરાશાજનક ગણાવ્યું છે અને ટ્રમ્પ પોતાની પાછળ રાજનૈતિક ગુંડાગીરીનો એક ખતરનાક વારસો છોડીને જઈ રહ્યા છે તેવો તમામનો સ્પષ્ટ મત છે.  રાજકીય બાબતોના નિષ્ણાતોના મતે ૬ જાન્યુઆરીનો દિવસ અમેરિકાના ઈતિહાસનો સૌથી કાળો અને કલંકિત દિવસ બની રહેશે. ટ્રમ્પને તેમના કૃત્ય બદલ આવનારી પેઢીઓ ક્યારેય માફ નહીં કરે એ પણ નક્કી જ છે.

નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાયડનને ચૂંટણીમાં ૩૦૬ સીટ મળી છે, જે બહુમતી માટે જરૂરી ૨૭૦ સીટથી ૩૬ વધારે છે અને તેઓ ૨૦ જાન્યુઆરીએ સત્તાવાર રીતે અમેરિકાના ૪૬મા રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લેવાના છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code