જો બાઇડને PM મોદી સહિત વિશ્વના 40 દેશના નેતાઓને અમેરિકા બોલાવ્યા, આ છે કારણ
- અમેરિકામાં 22-23 એપ્રિલે વૈશ્વિક જળવાયુ સંમેલન યોજાશે
- આ સંમેલન માટે જો બાઇડને પીએમ મોદી સહિત વિશ્વના 40 દેશના નેતાઓને કર્યા આમંત્રિત
- બાઇડને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિને પણ આમંત્રિત કર્યા
નવી દિલ્હી: વૈશ્વિક જળવાયુ સંમેલન માટે જો બાઇડને 22 અને 23 એપ્રિલે વ્હાઇટ હાઉસમાં PM મોદી, શી જિનપિંગ, પુતિન સહિત વિશ્વના 40 નેતાઓને આમંત્રણ પાઠવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વૈશ્વિક જળવાયુ સંમેલન માટે જો બાઇડને પીએમ મોદી સહિત વિશ્વના 40 નેતાઓને આમંત્રિત કર્યા છે. વૈશ્વિક જળવાયુ સંમેલન 22 અને 23 એપ્રિલના રોજ વ્હાઇટ હાઉસમાં યોજાશે. બાઇડને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિને પણ આમંત્રિત કર્યા. રશિયા અને ચીન સાથે તણાવ વચ્ચે બાઇડનનો આ નિર્ણય મહત્વનો મનાઇ રહ્યો છે. સંમેલનમાં જળવાયુ પ્રદૂષણ ઓછું કરવા પર પણ ચર્ચા કરાશે.
હાલના સમયમાં કોરોનાના વ્યાપક સંક્રમણ વચ્ચે વૈશ્વિક સ્તરે સતત જળવાયુ ચિંતાનો વિષય બની રહ્યો છે. તેના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન તરફથી વૈશ્વિક જળવાયુને લઇને ચર્ચાનું આયોજન કરાયું છે. હાલમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન પ્રશાસન પોતાની પહેલી વૈશ્વિક જળવાયુ ચર્ચાને લઇને સજ્જ છે.
આ સમિટમાં જળવાયુ પરિવર્તનને ધ્યાનમાં રાખીને અનેક મોટા નિર્ણયો કરાશે. સૂત્રોનુસાર પ્રશાસન અધિકારીઓનું કહેવું છે કે આ સમારોહના માટે અમેરિકા જીવાશ્મ ઇંધણથી થતા જળવાયુ પ્રદૂષણને ઘટાડવા માટે ખાસ પગલાં લઇ શકે છે.
(સંકેત)