Site icon Revoi.in

કલ્પના ચાવલાના નામે નાસાનું સિગ્નસ એરક્રાફ્ટ અંતરીક્ષમાં થયું રવાના

Social Share

અમેરિકી અવકાશ સંસ્થા નાસાએ ભારતના પહેલા મહિલા અવકાશ યાત્રી કલ્પના ચાવલાના નામે સિગ્નસ અવકાશયાનને અંતરીક્ષમાં રવાના કર્યું હતું. નોર્થરોપ ગ્રુમેનનું આ અવકાશયાન એક માલવાહક યાન છે જે અંતરીક્ષમાં કામ કરી રહેલા અવકાશ મથકને જરૂરી ચીજવસ્તુઓ પહોંચતી કરશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, અઘાઉ એસએસ કલ્પના ચાવલાના લોન્ચિગને બે વખત ટાળવામાં આવ્યું હતું. શુક્રવારે લોન્ચિગની બે મિનિટ અને 40 સેકન્ડ પહેલા એના ગ્રાઉન્ડ સપોર્ટ ઇક્વિપમેન્ટમાં કંઇક ખોટ થતાં એને લોન્ચ કરી શકાયું નહોતું. અગાઉ સપ્ટેમ્બરની 29મીએ હવામાન પ્રતિકૂળ હોવાથી એને લોન્ચ કરી શકાયું ન હતું.

નોર્થરોપ ગ્રુમેને સપ્ટેંબરમાં જ આ સેટેલાઇટનું નામ કલ્પના ચાવલા નક્કી કર્યું હતું.  કંપનીએ  જાહેર કર્યું હતું કે કલ્પના ચાવલાના નામે અમારા હવેપછીના એનજી ફોર્ટિન સિગ્નસ સ્પેશક્રાફ્ટનું નામ રાખતાં અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ. નોર્થરોપ ગ્રુમેનના એંટારેસ રૉકેટ દ્વારા આ યાનને લોંચ કરાઇ રહ્યું હતું.

મહત્વનું છે કે, વર્જિનિયા સ્થિત નાસાના અવકાશ મથકેથી આ કલ્પના ચાવલા યાનને રવાના કરાયું હતું. આ મિશનને એનજી ફોર્ટિન નામ અપાયું હતું. 2 દિવસ પછી આ યાન આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશને પહોંચી જશે.

(સંકેત)