Site icon Revoi.in

જો તમે કોવેક્સિન લીધી છે અને સાઉથ કોરિયા જાઓ છો તો થવું પડશે ક્વોરેન્ટાઇન

Social Share

નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં અત્યારે ભારતીય વેક્સિન કોવેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. આ દરમિયાન ભારતમાં સાઉથ કોરિયાના રાજદૂતે કહ્યું હતું કે, જો કોઇ ભારતીય સાઉથ કોરિયા આવે છે અને તેણે કોવિશિલ્ડ વેક્સિનના બંને ડોઝ લીધા છે, તો ક્વોરન્ટાઇન નહીં થવું પડે. જો કે, તેમણે કહ્યું કે, જો કોવેક્સિન લીધી છે, તો તેણે બે સપ્તાહ એટલે કે 14 દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે. 1 જુલાઇથી આ નિયમ લાગૂ પડશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ભારતમાં સાઉથ કોરિયાના દૂત શિન બોંગ-કિલે કહ્યું કે, દક્ષિણ કોરિયાની સરકારે ફરજીયાતપણે બે સપ્તાહના ક્વોરન્ટાઇનના નિયમને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. પરંતુ આ નિયમ માત્ર એ લોકોને લાગૂ થાય છે જેમણે સંપૂર્ણપણે વેક્સિનેશન કરાવી લીધું છે. જો વ્યક્તિએ કોવિશિલ્ડ લીધી છે તો એક પણ દિવસ ક્વોરેન્ટાઇન થવાની જરૂર નથી, પરંતુ કોવેક્સિન લેનારાએ બે સપ્તાહના ક્વોરન્ટાઇનનું પાલન કરવું પડશે.

તેમણે કહ્યું કે, અમે જોયું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવેક્સિન લઈ લીધી છે અને જો પીએમ મોદી કોઈપણ સમયે કોરિયા આવવા ઈચ્છે છે તો તેઓ ક્વારન્ટાઈન વિના કોરોનાનો પ્રવાસ કરી શકે છે. ઉચ્ચ રેન્કિંગ અધિકારી જેમકે ભારતના સેના પ્રમુખ કોરિયાનો પ્રવાસ કરે છે તો તેમને પણ ક્વારન્ટાઈનમાં રહેવાની જરૂર નથી.

તે ઉપરાંત તેમણે પાડોશી દેશોને મફતમાં રસી ઉપલબ્ધ કરાવવાના નિર્ણય માટે ભારતની પ્રશંસા કરી અને કહ્યું કે, આ ભારત તરફથી એક મહાન ઈશારો છે.