Site icon Revoi.in

VIDEO: જુઓ ભયાનક આગનો ટોર્નાડો, અમેરિકાએ જારી કરવી પડી ચેતવણી

Social Share

સામાન્યપણે તમે ટોર્નાડો જોયા જ હશે પરંતુ શું તમે ક્યારેય આગનો ટોર્નાડો જોયો છે?, ચોંકી ગયા ને? પરંતુ આ વાત હકીકત છે. અમેરિકાના જંગલોમાં લાગેલી આગને કારણે ત્યાંર એક આગનો ટોર્નાડો તાજેતરમાં જ જોવા મળ્યો છે. આ નજારો ઘણો દુર્લભ હોય છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લૉયલ્ટન વિસ્તારની આ ઘટના છે. યુએસ નેશનલ વેધર સર્વિસે ચેતવણી જારી કરી છે.

જુઓ આગના ટોર્નાડોનો વીડિયો (સ્ત્રોત – ધ સન યૂટ્યુબ ચેનલ)

આગના ટોર્નાડો વિશે જાણો

જ્યારે ચક્રવાતી હવા આગાની ગરમી, આગ અને ધુમાડાને પોતાની તરફ ખેંચે છે ત્યારે ફાયર ટોર્નાડો બને છે. તેને ફાયર ટોર્નાડો પણ કહેવામાં આવે છે. તેને ફાયરનેડોથી પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારના આગના ટોર્નાડો ભાગ્યે જ જોવા મળે છે. તેનો નજારો દુર્લભ હોય છે. ઉત્તરી કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગને કારણે આ ફાયર ટોર્નાડોનું સર્જન થયું હતું.

પ્રતિકૂળ વાતાવરણમાં જોવા મળે છે આ ફાયર ટોર્નાડો

હવામાન વૈજ્ઞાનિકો અનુસાર ફાયર ટોર્નાડો ઘણા ગંભીર વાતાવરણમાં જોવા મળે છે. ફાયર ટોર્નાડો સંપૂર્ણપણે આગથી ભરેલો હોય છે અને ખૂબ જ ગરમ હોય છે. તેના માર્ગમાં જે પણ આવે છે તે બળીને સમગ્ર રીતે ખાખ થઇ જાય છે. તેને કાબૂમાં કરવું પણ ખૂબજ પડકારજનક હોય છે. ફાયર ફાયટર્સે તેને કાબૂમાં લેવા માટે ખૂબજ મહેનત કરવી પડે છે.

177 થી 270 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે ઝડપ

જો આ ફાયર ટોર્નાડો માટે યોગ્ય આબોહવા હોય તો તે આકાશમાં ઝડપી ગતિએ 30 હજાર ફૂટ સુધી જઇ શકે છે. આ દરમિયાન તેની ઝડપ 177 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. આ ઝડપ વધીને 270 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે.

(સંકેત)