- વ્હોટ્સએપ ડેસ્કટોપ યૂઝર્સ માટે સારા સમાચાર
- ટૂંક સમયમાં ડેસ્કટોપ વર્ઝન માટે વોઇસ-વીડિયો કોલિંગ ફીચર રોલઆઉટ થશે
- વિશ્વભરમાં 2 અબજથી વધુ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે
કેલિફોર્નિયા: ફેસબૂકના માલિકત્વ હેઠળની વિશ્વની સૌથી વધુ લોકપ્રિય ચેટ એપ વ્હોટ્સએપના ડેસ્કટોપ વર્ઝનમાં આગામી વર્ષથી વોઇસ અને વીડિયો કોલિંગની સુવિધા પણ મળશે. કંપનીના પ્રવક્તાએ રોયટર્સને આ જાણકારી આપી છે. ગત ઘણા સમયથી વોટ્સએપ વેબમાં વોઇસ અને વીડિયો કોલિંગ ફીચર આવવાના અહેવાલ આવી રહ્યા હતા. હાલમાં જ કેટલાક બેટા યૂઝર્સને આ ફીચર રોલઆઉટ થવાની માહિતી સામે આવી છે.
એકવાર વ્હોટ્સએપ વેબમાં વોઇસ અને વીડિયો કોલિંગ ફીચર આવ્યા બાદ તે કોન્ફરન્સિંગ એપ ઝૂમ અને ગૂગલ મીટને પણ ટક્કર આપશે. વિશ્વભરમાં 2 અબજથી વધુ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપ અનુસાર રજાઓના સમયગાળામાં ટ્રાયલ બેઝિસ પર કેટલાક ડેસ્કટોપ યૂઝર્સ માટે આ ફીચર પહેલા જ રોલ આઉટ કરવામાં આવી ચૂક્યું છે. WABetainfo એ પ્રથમવાર આ જાણકારી આપી હતી.
📞 WhatsApp Beta Calls available on WhatsApp Web/Desktop
The roll out is very slow, but some lucky users are starting to receive the feature.
Let me know below if you have received the feature!https://t.co/4EduW4bHfP— WABetaInfo (@WABetaInfo) December 16, 2020
હાલમાં જ્યારે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે વિશ્વભરના મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે ત્યારે મિત્રો અને પરિવારજનો સાથે પણ કનેક્ટ રહેવા લોકો ઇન્ટરનેટ અને વીડિયો કોલિંગનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. એવામાં મોટી સ્ક્રીન પર વોટ્સએપ મારફતે વાતચીત કરવાનો લહાવો અદ્ભુત અને યાદગાર બની રહેશે.
(સંકેત)