Site icon Revoi.in

કોવેક્સિનની વેક્સિન લેનારા હવે અમેરિકાનો પ્રવાસ કરી શકશે

Social Share

નવી દિલ્હી: હવે કોવેક્સિનને લઇને અમેરિકાના પ્રવાસે જવા માંગતા લોકો માટે ખુશખબર છે. કોવેક્સિનના જે લોકોએ બંને ડોઝ લીધા છે તેઓ હવે અમેરિકાના પ્રવાસ પર જઇ શકશે. આ અંગે અમેરિકી પ્રશાસને હવે મંજૂરી આપી દીધી છે.

ભારત માટે દિવાળીના પર્વ પર બીજા એક શુભ સમાચાર એ છે કે, હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારત બાયોટેક નિર્મિત એન્ટી-કોવિડ વેક્સિન કોવેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. ભારત બાયોટેકે આને સ્વદેશી રીતે વિકસિત રસીઓની વૈશ્વિક પહોંચને વિસ્તૃત કરવાની દિશામાં એક મહત્વનું પગલું ગણાવ્યું છે. અગાઉ WHOના ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ દ્વારા તેની ભલામણ કરવામાં આવી હતી. તેણે 26 ઑક્ટોબરે કટોકટીના ઉપયોગ માટે રસીની સૂચિ બનાવવા માટે અંતિમ જોખમ-લાભ-મૂલ્યાંકન કરવા માટે કંપની પાસેથી વધારાની સ્પષ્ટતાઓ માંગી હતી.

આ અંગે WHOએ ટ્વિટના માધ્યમથી જાણકારી આપી હતી કે, WHOએ ઇમરજન્સી ઉપયોગ માટે કોવેક્સિન રસી સૂચિબદ્વ કરી છે. આ રીતે કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે WHO દ્વારા માન્યતા પ્રાપ્ત વેક્સિનની સંખ્યામાં વધારો થયો છે. તેની સામે તે રક્ષણોના ધારા-ધોરણોને પૂર્ણ કરે છે અને આ વેક્સિનના ફાયદા તેના જોખમ કરતાં વધારે છે, તેથી તેનો ઉપયોગ કરી શકાય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને અન્ય એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, એજન્સીના સ્ટ્રેટેજિક એડવાઈઝરી ગ્રુપ ઑફ એક્સપર્ટ્સ ઓન ઈમ્યુનાઈઝેશન (SAGE) એ પણ રસીની સમીક્ષા કરી હતી અને બે ડોઝમાં રસીનો ઉપયોગ કરવાની ભલામણ કરી હતી. તે 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને ચાર અઠવાડિયાના અંતરે આપી શકાય છે. જોકે, WHO તરફથી એક ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે, ‘સગર્ભા સ્ત્રીઓને કોવેક્સિન સાથે રસીકરણ પર ઉપલબ્ધ ડેટા ગર્ભાવસ્થામાં રસી અસરકારક અથવા સુરક્ષિત રહેવા માટે અપૂરતો છે. સગર્ભા સ્ત્રીઓમાં રસીનો અભ્યાસ કરવાની યોજના છે.