- યૂરોપિયન દેશોમાં સતત વધતો કોરોના કહેર
- કહેરને લઇને WHOએ ચિંતા વ્યક્ત કરી
- યૂરોપમાં કોરોનાને કારણે 2 લાખ 36 હજાર લોકોના મોત થઇ શકે
નવી દિલ્હી: કોરોનાના કહેરને લઇને WHOએ આશંકા વ્યક્ત કરી છે કે આ વર્ષાન્ત સુધીમાં યૂરોપમાં કોરોનાને કારણે 2 લાખ 36 હજાર લોકોના મોત થઇ શકે છે.
યૂરોપિયન દેશોમાં કોરોના રસીકરણની ધીમી ગતિને લઇને WHOએ ચિંતા વ્યક્ત કરી છે. યૂરોપિયન દેશમાં હાલમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે કહેર મચાવી દીધો છે. યૂરોપમાં વેક્સીનેશનની ગતિ મંદ ચાલી રહી છે. અગાઉ ગરીબ દેશોમાં વેક્સિનેશનને લઇને WHOએ ચિંતા વ્યક્ત કરી હતી.
WHOની યૂરોપિયન શાખાના પ્રમુખે કહ્યું હતું કે, તેઓ અમેરિકી સરકારના શીર્ષ સંક્રામક રોગના વિશેષજ્ઞની વાત સાથે સહમત થાય છે કે કોરોના વિરોધી વેક્સિનનો ત્રીજો ડોઝ અતિસંવેદનશીલ લોકોને સંક્રમણથી બચવામાં મદદ કરી શકે છે. યૂરોપ ક્ષેત્રમાં 53માંથી 33 દેશમાં છેલ્લા એક સપ્તાહથી વધારેને વધારે 10 ટકાથી વધારો નોંધાયો છે.
બ્રિટનમાં હાલમાં 12-15 વર્ષના બાળકોને માટે રસીકરણની તૈયારી કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર તેઓ મંજૂરી મળતા જ વેક્સિનેશન અભિયાન શરૂ કરવા માટે તૈયાર છે. દેશના અનેક ભાગમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થવાની સાથે શાળામાં વેક્સિન પહોંચાડવા માટે તૈયાર છે.
નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકામાં C.1.2 નામનો વેરિઅન્ટ મળ્યો છે. એક અભ્યાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ વિશ્વમાં ફેલાઇ શકે છે અને સાથે જ કોરોના વેક્સિનને માત આપવામાં પણ સક્ષમ છે.