Site icon Revoi.in

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાના નકશામાં જમ્મૂ કાશ્મીર-લદ્દાખને ભારતથી અલગ દર્શાવ્યા

Social Share

લંડન: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેના એક નકશામાં જમ્મૂ અને કાશ્મીરની સાથોસાથ લદ્દાખને પણ ભારતથી અલગ બતાવ્યું છે. આ કલર કોડેડ નકશો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ભારતીય ભાગને વાદળી રંગમાં દર્શાવવામાં આવ્યો છે, જ્યારે જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ ગ્રે રંગથી ચિહ્નિત કરાયા છે. વૈશ્વિક સંસ્થાના આ નકશા અંગે બ્રિટનમાં ભારતીય મૂળના લોકોમાં નારાજગી પ્રવર્તી છે.

નકશામાં દેશને બે નવા કેન્દ્રશાશિત પ્રદેશને ગ્રે રંગમાં બતાવાયા છે, જ્યારે ભારતને અળગથી વાદળી રંગવાળા ભાગમાં દર્શાવાયું છે, ત્યાં જ અક્સાઇ ચીનનો વિવાદિત ભાગ ગ્રે રંગમાં દર્શાવાયો છે, જેનાં પર વાદળી રંગના પટ્ટા છે.

લંડનમાં રહેતા આઇટી કંસલ્ટન્ટ પંકજની નજર સૌથી પહેલા આ નકશા પર પડી, તેમનાં જણાવ્યા મુજબ WhatsApp ગૃપ પર તેને શેઅર કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, જમ્મુ કાશ્મિર અને લદ્દાખને બીજા રંગમાં જોઇને સૌ કોઇ આશ્ચર્યચકિત બની ગયા, આ કરતુત ચીનનાં હોઇ શકે કારણ કે તે WHOને સૌથી વધુ ફંડ આપે છે. અને તેથી ચીનનો WHO પર પ્રભાવ પણ ઘણો છે.

(સંકેત)