- કોરોના મહામારીના કહેર વચ્ચે ચીનની રસીને અપાઇ મંજૂરી
- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચીનની બીજી રસીને આપી મંજૂરી
- બેઇજિંગની એક ફાર્મા કંપની દ્વારા Sinovac-CoronaVac રસીનું નિર્માણ કરાયું છે
નવી દિલ્હી: કોરોના મહામારીના કહેર વચ્ચે હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચીનની બીજી રસીને લીલી ઝંડી આપી દીધી છે.
બેઇજિંગની એક ફાર્મા કંપની દ્વારા Sinovac-CoronaVac નામની રસીનું નિર્માણ કરવામાં આવ્યું છે. 18 વર્ષથી વધુ વયના લોકો આ રસી લઇ શકે છે. જો કે, ક્લિનિકલ ટ્રાયલ્સમાં 60 વર્ષથી ઉપરના ખૂબ જ ઓછા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રસીના બે ડોઝ 2-4 સપ્તાહના અંતરમાં લેવાની રહેશે.
હાલમાં કટોકટીના સમયે તેના ઉપયોગ માટે રસીને મંજૂરી અપાઇ છે. WHOએ કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે વિવિધ રસીને પહોંચાડી શકાય તે માટે વિશ્વ આતુરતાપૂર્વક રસીની પ્રતિક્ષા કરી રહ્યું છે. અમે રસી ઉત્પાદકોને કોવાક સુવિધામાં ભાગ લેવા જણાવ્યું છે.
આપને જણાવી દઇએ કે, મે મહિનાના પ્રારંભમાં ચીનની પ્રથમ રસી સિનોફાર્મને પણ ઇમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ચીનની એન્ટિ-કેવિડ રસી સિનોફાર્મ કંપની દ્વારા નિર્મિત છે.