1. Home
  2. ગુજરાતી
  3. દુનિયાના પ્રથમ હાઇડ્રોજન ઇંધણવાળા વિમાને ભરી ઉડાન, જુઓ Video
દુનિયાના પ્રથમ હાઇડ્રોજન ઇંધણવાળા વિમાને ભરી ઉડાન, જુઓ Video

દુનિયાના પ્રથમ હાઇડ્રોજન ઇંધણવાળા વિમાને ભરી ઉડાન, જુઓ Video

0
Social Share
  • બ્રિટનના વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા
  • હાઇડ્રોજન ઇંધણવાળા પેસેન્જર વિમાને સફળતાપૂર્વક ભરી ઉડાન
  • આ વિમાનના આવિષ્કારથી વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરી શકાશે

પ્રવર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ સામે ગ્લોબલ વોર્મિંગ એક મહાસમસ્યા બનીને ઉભી છે ત્યારે વાયુ પ્રદૂષણમાં ઘટાડો એ ગ્લોબલ વોર્મિંગને અંકુશમાં રાખવા માટે એક ઉપાય છે. આ જ દિશામાં વૈજ્ઞાનિકોને એક સફળતા પ્રાપ્ત થઇ છે. હાઇડ્રોજન ઇંધણથી ઉડનારા પહેલા પેસેન્જર પ્લેને બ્રિટનથી સફળ ટેકઓફ કર્યું હતું.

આ વિમાનથી ના તો માત્ર વાયુ પ્રદૂષણમાં ઘટાડો થશે, પરંતુ સાથોસાથ જીવાશ્મ ઇંધણનો વિકલ્પ પણ પ્રાપ્ત થશે. આ વિમાનને બ્રિટિશ એરોસ્પેસ સ્ટાર્ટઅપ કંપની ZeroAvia એ ડિઝાઇન કર્યું છે.

જુઓ વીડિયો

6 સીટ વાળા Piper M-Ass પેસેન્જર વિમાને લંડનના ઉત્તરી વિસ્તારમાં અંદાજે 50 માઇલનું અંતર નક્કી કરવા માટે ક્રેનફીલ્ડ એરપોર્ટથી ઉડાન ભરી. અહીં કંપનીની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સાઇટ છે. આ પહેલો અવસર હતો જ્યારે કોઇ વિમાને હાઇડ્રોજન ઇંધણની મદદથી ટેક ઓફ કરવાની સાથે શાનદાર લેન્ડિંગ પણ કર્યું.

હાઇડ્રોજન ઇંધણથી ઉડનારા વિમાનનું આ પ્રથમ ઉદાહરણ છે તેવો કંપનીએ દાવો કર્યો હતો. કંપનીના CEO વેલ મિફ્તખોવનું કહેવું છે કે પહેલા પણ કંઇક આ પ્રકારના પ્રયોગ કરવામાં આવ્યા હતા. જેમાં વિમાનોએ હાઇડ્રોનજ ઇંધણનો ઉપયોગ કરીને પોતાની ઉડાનને પૂરી કરી છે. વ્યવસાયિક રીતે આ એક પેસેન્જર વિમાનની પ્રથમ ઉડાન છે.

કંપની ZeroAviaની પહેલી હાઈડ્રોજન ફ્લાઈટ HyFlyer પ્રોજેક્ટનું અંગ છે. આ યોજનામાં કેટલીક કંપનીઓ સામેલ છે. આને બ્રિટિશ સરકારનું પણ સમર્થન છે. મધ્યમ-શ્રેણીના નાના પેસેન્જર વિમાનને બનાવવાનો ઉદ્દેશ્ય આને ડિઝાઈન કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જૂનમાં આ વિમાને બેટરી પૉવર્ડ ટેસ્ટ ફ્લાઈટને પૂરો કર્યો હતો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code