- બ્રિટનના વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા
- હાઇડ્રોજન ઇંધણવાળા પેસેન્જર વિમાને સફળતાપૂર્વક ભરી ઉડાન
- આ વિમાનના આવિષ્કારથી વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરી શકાશે
પ્રવર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ સામે ગ્લોબલ વોર્મિંગ એક મહાસમસ્યા બનીને ઉભી છે ત્યારે વાયુ પ્રદૂષણમાં ઘટાડો એ ગ્લોબલ વોર્મિંગને અંકુશમાં રાખવા માટે એક ઉપાય છે. આ જ દિશામાં વૈજ્ઞાનિકોને એક સફળતા પ્રાપ્ત થઇ છે. હાઇડ્રોજન ઇંધણથી ઉડનારા પહેલા પેસેન્જર પ્લેને બ્રિટનથી સફળ ટેકઓફ કર્યું હતું.
આ વિમાનથી ના તો માત્ર વાયુ પ્રદૂષણમાં ઘટાડો થશે, પરંતુ સાથોસાથ જીવાશ્મ ઇંધણનો વિકલ્પ પણ પ્રાપ્ત થશે. આ વિમાનને બ્રિટિશ એરોસ્પેસ સ્ટાર્ટઅપ કંપની ZeroAvia એ ડિઝાઇન કર્યું છે.
જુઓ વીડિયો
6 સીટ વાળા Piper M-Ass પેસેન્જર વિમાને લંડનના ઉત્તરી વિસ્તારમાં અંદાજે 50 માઇલનું અંતર નક્કી કરવા માટે ક્રેનફીલ્ડ એરપોર્ટથી ઉડાન ભરી. અહીં કંપનીની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સાઇટ છે. આ પહેલો અવસર હતો જ્યારે કોઇ વિમાને હાઇડ્રોજન ઇંધણની મદદથી ટેક ઓફ કરવાની સાથે શાનદાર લેન્ડિંગ પણ કર્યું.
હાઇડ્રોજન ઇંધણથી ઉડનારા વિમાનનું આ પ્રથમ ઉદાહરણ છે તેવો કંપનીએ દાવો કર્યો હતો. કંપનીના CEO વેલ મિફ્તખોવનું કહેવું છે કે પહેલા પણ કંઇક આ પ્રકારના પ્રયોગ કરવામાં આવ્યા હતા. જેમાં વિમાનોએ હાઇડ્રોનજ ઇંધણનો ઉપયોગ કરીને પોતાની ઉડાનને પૂરી કરી છે. વ્યવસાયિક રીતે આ એક પેસેન્જર વિમાનની પ્રથમ ઉડાન છે.
કંપની ZeroAviaની પહેલી હાઈડ્રોજન ફ્લાઈટ HyFlyer પ્રોજેક્ટનું અંગ છે. આ યોજનામાં કેટલીક કંપનીઓ સામેલ છે. આને બ્રિટિશ સરકારનું પણ સમર્થન છે. મધ્યમ-શ્રેણીના નાના પેસેન્જર વિમાનને બનાવવાનો ઉદ્દેશ્ય આને ડિઝાઈન કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જૂનમાં આ વિમાને બેટરી પૉવર્ડ ટેસ્ટ ફ્લાઈટને પૂરો કર્યો હતો.
(સંકેત)