જાપાનનો પાસપોર્ટ વિશ્વમાં ફરીથી સૌથી વધુ પાવરફુલ, ભારત યાદીમાં 90માં ક્રમાંકે, જાણો અન્ય દેશોની સ્થિતિ
- વિશ્વના સૌથી પાવરફૂલ પાસપોર્ટ્સની સૂચિ જાહેર થઇ
- સૂચિમાં જાપાનનો પાસપોર્ટ સૌથી વધુ પાવરફૂલ
- ભારત આ યાદીમાં 90માં ક્રમાંકે
નવી દિલ્હી: વિશ્વના સૌથી પાવરફુલ પાસપોર્ટસ 2021ની યાદી જાહેર થઇ ચૂકી છે.
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ દ્વારા વર્ષ 2006થી આ પ્રકારનું રેન્કિંગ જાહેર કરવામાં આવે છે. વર્ષ 2021માં જાપાનનો પાસપોર્ટ વિશ્વનો સૌથી પાવરફુર પાસપોર્ટ જાહેર થયો છે. ભારતને જો કે આ રેન્કિંગમાં મોટુ નુકસાન થયું છે.
હેનલી એન્ડ પાર્ટનર્સ અનુસાર, જાપાનનો પાસપોર્ટ વિશ્વના 193 દેશોમાં ફ્રી વિઝા અથવા તો વિઝા ઑન એરાઇવલની સુવિધા પૂરી પાડે છે. જો કે કોરોના મહામારીને કારણે આ વર્ષે બહુ ઓછા લોકોએ વિદેશ પ્રવાસ કર્યો છે અને ટૂરિઝમ સેક્ટરની સ્થિતિ પણ ખરાબ રહી છે.
આ સૂચિમાં સિંગાપોર બીજા ક્રમાંકે છે. જેનો પાસપોર્ટ 192 દેશમાં વિઝા ઑન એરાવઇલ તેમજ વિઝા ફ્રી એક્સેસ આપે છે. ત્રીજા સ્થાને 191 દેશોના વિઝા ફ્રી એક્સેસ સાથે દક્ષિણ કોરિયા તેમજ જર્મની છે.
ચોથા ક્રમે 190 દેશોની વિઝા ફ્રી એક્સેસ સાથે ફિનલેન્ડ, ઈટાલી અને લક્ઝમબર્ગ તેમજ સ્પેન છે.આ લિસ્ટમાં અમેરિકા અને બ્રિટન સાતમા સ્થાને છે.
ભારતને આ રેન્કિંગમાં ઝટકો લાગ્યો છે. ભારતીય પાસપોર્ટ 6 સ્થાન પાછળ ખસીને 90માં ક્રમે પહોંચ્યો છે. ભારતનો પાસપોર્ટ 58 દેશોમાં ફ્રી વિઝાની સુવિધા આપે છે.
ચીન અને યુએઈએ આ રેન્કિંગમાં પ્રભાવશાળી દેખાવ કર્યો છે.ચીનનો પાસપોર્ટ 2011 બાદ 22 ક્રમ ઉપર ચઢીને હવે 68મા સ્થાને છે.જ્યારે યુએઈ 65મા સ્થાન પરથી 15મા સ્થાન પર આવી ગયુ છે.
પાડોશી દેશ પાકિસ્તાનનો પાસપોર્ટ 113મા સ્થાને અને અફઘાનિસ્તાન અંતિમ સ્થાને છે.તેની સાથે ઈરાક અને સિરિયા છે.ઉત્તર કોરિયાનો પાસપોર્ટ 108માં સ્થાને છે.